For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો માર્ગ મોકળો, અનામતનું નોટિફિકેશન જાહેર

12:33 PM Sep 04, 2024 IST | Bhumika
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો માર્ગ મોકળો  અનામતનું નોટિફિકેશન જાહેર
Advertisement

નવેમ્બર-ડિસેમ્બરમાં ચૂંટણીઓ યોજાવાની શકયતા

ગુજરાતમાં હવે થોડા સમયમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં 27 ટકા ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત કરવામાં આવી છે. રાજ્યની નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં બેઠકોની વહેંચણીને લઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે.

Advertisement

રાજ્યની 75 નગરપાલિકાઓ તથા 2 જિલ્લા પંચાયતો બેઠકોની વહેંચણીને લઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.આગામી ઓક્ટોબર માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નોટિફિકેશન જાહેર થઈ શકે છે. આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે.ઓક્ટોબરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નોટિફિકેશન જાહેર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જેમાં નવેમ્બર-ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે.

ઉપરાંત ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણી પણ યોજાનાર છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, અનામત અંગેનું નોટિફિકેશન બહાર નહીં પડતા લાંબા સમયથી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણી પાછળ ઠેલાઇ રહી છે અને વિપક્ષો દ્વારા પણ સરકાર ઉપર માછલા ધોવામાં આવી રહ્યા હતા. પરંતુ હવે નોટિફિકેશન બહાર પડી જતા ચૂંટણીઓનો માર્ગ મોકળો થયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement