રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સુધી પાટીલ રહેશે યથાવત્

12:24 PM Jul 20, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

આજે ભાજપના પ્રમુખ પદના ચાર વર્ષ પૂર્ણ, અચાનક ચૂંટણીઓની તૈયારી શરૂ કરી દેતા કાર્યકરોની અવઢવ દૂર

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી આગામી સપ્ટેમ્બરમાં યોજાવાની શકયતા ના પગલે ભાજપે તૈયારીઓ શરૂૂ કરી છે. ઉપરાંત ગુજરાત ભાજપ આ તમામ ચૂંટણીઓ સી આર પાટીલની આગેવાનીમાં લડશે, તેવા સંકેત પણ આજે ભાજપ કાર્યલય કમલમ ખાતે યોજાયેલી 2 બેઠકોમાં પાટીલે કરેલા સંબોધનથી મળી રહ્યા છે.

એબીસી અનામતના કારણે અટકેલી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી આગામી સપ્ટેમ્બરમાં યોજાવાની શકયતા ના પગલે ભાજપે તૈયારીઓ શરૂૂ કરી છે. ઉપરાંત ગુજરાત ભાજપ આ તમામ ચૂંટણીઓ સી આર પાટીલની આગેવાનીમાં લડશે, તેવા સંકેત પણ આજે ભાજપ કાર્યલય કમલમ ખાતે યોજાયેલી 2 બેઠકોમાં પાટીલે કરેલા સંબોધનથી મળી રહ્યા છે. આજની બેઠકમાં ચૂંટણીઓ માટેની જવાબદારીઓ સોંપવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ગુજરાત ભાજપના 2 મહામંત્રીઓ આ જવાબદારી વહેચણી કરશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ પહેલા અનેક અટકળો હતી કે નવા પ્રમુખ કોણ હશે, પરંતુ તે વાતનો હવે છેદ ઊડી ગયો છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજ્ય થશે ચૂંટણી યોજશે.

લોકસભાની સામન્ય ચૂંટણી બાદ પ્રદેશ ભાજપની શુક્રવારે કમલમ ખાતે એક બેઠક પ્રમુખ સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને મળી હતી. ભાજપના મહામંત્રી રજની પટેલ અને વિનોદ ચાવડા તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિતિમાં મળી હતી. બીજી બેઠક આવનારી જિલ્લા પંચાયત, નગર પાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં મળી હતી.

મહત્વનું છે કે આવનાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પ્રદેશ પ્રમુખ પાટીલના અધ્યક્ષ સ્થાને યોજશે તેઓ હુંકાર આપ્યો હતો. એટલે કે રાજ્યમાં વિધાનસભા લોકસભા બાદ વધુ એક ચૂંટણી પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાશે. એટલે કે હાલ ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠન માળખામાં કોઈ ફેરફાર નહિ થાય. કમલમ ખાતે આજે યોજાયેલી બેઠકમાં પાટીલના નેતૃત્વમાં થશે તેવો હુંકાર કરીને તમામ કાર્યકર્તા હોદ્દેદારોને જોશ સાથે કામે લાગવા પ્રદેશ પ્રમુખે સૂચન પણ કર્યું હતું.

ભાજપે કેબિનેટ મંત્રી બન્યા બાદ પ્રથમ બેઠક મળતા સીઆર પાટીલનો 4 વર્ષનો કાર્યકાળ આજે પૂર્ણ થઈ રહ્યો છે. માટે તેમનું અભિવાદન કરાયું હતું. હવે પાટીલના નેતુવના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે અને પ્રદેશ ભાજપે પણ તે દિશામાં તૈયારીઓ તેજ કરી દીધી છે.કેન્દ્રીય નેતૃત્વ પ્રદેશ અઘ્યક્ષનો નિર્ણય ન કરે ત્યાં સુધી સીઆર પાટીલની આગેવાનીમાં ચૂંટણી માટે ભાજપ એક્ટિવ બનીને ચૂંટણીની તૈયારી આરંભી દીધી છે.

ભાજપના કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહની હકાલપટ્ટી, નવી નિમણૂકો પણ કરાઈ
ભાજપ પ્રદેશ પ્રમુખ અચાનક સક્રિય થયા છે અને ગુજરાત પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ અને અમદાવાદ શહેર ભાજપ સંગઠનના સહ પ્રભારી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રભારી તરીકેની જવાબદારી નિભાવતા ધર્મેન્દ્ર શાહને તેમની તમામ જવાબદારીમાંથી મુક્ત કરી દીધા છે. તો બીજી તરફ ખેડા જિલ્લામાં કુશળસિંહ પઢેરીયાને સંગઠન પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. જામનગરના પૂર્વ શહેર પ્રમુખ મુકેશ દાસાણીને જુનાગઢ શહેરના સંગઠન પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભરત આર્યાને ચૂંટણી પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.

સાથે સાથે આગામી સ્થાનિક સ્વરાજની સંસ્થા માટે પ્રદેશ સંચાલન સમિતિની પણ રચના કરવામાં આવી છે. સાત સભ્યોની પ્રદેશ સંચાલન સમિતિ બનાવવામાં આવી છે. જેમાં બ્રિજેશ મેરજા, જીવરાજ ચૌહાણ, શબ્દશરણ તડવી, સીમાબેન મોહીલે, બીજલ પટેલ, કરસન ગોંડલીયા અને ભરતસિંહ ગોહિલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Tags :
gujaratgujarat newslocal Swaraj electionspolitical news
Advertisement
Next Article
Advertisement