For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતના સાંસદોનો કલાસ લેતા પાટીલ

04:15 PM Dec 14, 2023 IST | Bhumika
ગુજરાતના સાંસદોનો કલાસ લેતા પાટીલ

વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળ બનાવવા, બૂથ મઝબૂત બનાવવા ટકોર, દિલ્હીમાં બેઠક યોજાઇ

Advertisement

લોકસભા ચૂંટણીને લઈને હવે ગુજરાત ભાજપ એક્શનમાં આવી છે. પેજસમિતિ તથા મોદીની ગેરંટી પર ચૂંટણી જીતવા કવાયત હાથ ધરાઇ છે. અગાઉ ધારાસભ્યોના ક્લાસ લીધા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે સાંસદોના પણ ક્લાસ લીધા છે. કેન્દ્રીય પ્રધાનો સહિત ગુજરાતના સાંસદો સાથે દિલ્હીમાં બેઠક મળી હતી. જેમાં સી આર પાટીલે સાંસદોના ક્લાસ લીધા હતા.કેન્દ્રીય પ્રધાનો સહિત ગુજરાતના સાંસદો સાથે દિલ્હીમાં બેઠક મળી હતી. જેમાં સી આર પાટીલે સાંસદોના ક્લાસ લીધા હતા. તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળ બનાવવા સાંસદોને ટકોર કરી હતી.

આ બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા થઇ હતી. સાંસદોને તેમની લોકસભા બેઠકોમાં બુથ મજબૂત કરવાથી લઈ પેજસમિતિ સુધી કામ કરવા સૂચના આપવામાં આવી હતી. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપને 26માંથી 26 બેઠકો પ્રાપ્ત થઇ હતી, ત્યારે આ વખતે પણ ભાજપ 26 બેઠક જાળવી રાખે તે માટે ભાજપ એક્શન મોડમાં જ છે. સી આર પાટીલ દ્વારા આ માટે સતત તૈયારીઓ ચાલી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement