For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપના કાર્યકરોને બે કરોડ સભ્યોનો લક્ષ્યાંક આપતા પાટીલ

12:31 PM Sep 05, 2024 IST | Bhumika
ભાજપના કાર્યકરોને બે કરોડ સભ્યોનો લક્ષ્યાંક આપતા પાટીલ
Advertisement

વોર્ડ પ્રમુખથી માંડી ધારાસભ્યો-સાંસદોને અપાયા ચોક્કસ ટાર્ગેટ, ચૂંટણી બાદ ફરી સંગઠનમાં દોડધામ

ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનનો ગઈકાલથી પ્રારંભ થતાં ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલે ફરી એક વખત બે કરોડ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક આપીને કાર્યકરોને દોડતા કરી દીધા છે.
ભાજપે વોર્ડ પ્રમુખથી માંડી શહેર જિલ્લા પ્રમુખ સુધીના હોદેદારોને નવા સભ્યો માટે ખાસ લક્ષ્યાંક આપ્યો છે. અને આ હોદેદારોએ તેની નીચેના હોદેદારોને લક્ષ્યાંક આપી દીધા છે. દરેક ધારાસભ્યોને 10-10 હજાષર અને સાંસદોને 25 હજાર નવા સભ્યો બનાવવા ટારગેટ અપાતા ભાજપનું આખુ સંગઠન સોશિયલ મીડિયા ઉપર નવા સભ્યો બનાવવા તુટી પડ્યું છે. અને એક એક વ્યક્તિને ચાર-ચાર આગેવાનો મેસેજ આપી રહ્યા હોવાથી લોકો પણ ક્ધફ્યુઝ થઈ ગયા છે.

Advertisement

લોકસભાની ચૂંટણીમાં દરેક બેઠક પાંચ લાખના માર્જીનથી જીતવાનો લક્ષ્યાંક સફળ થયો ન હતો. હવે પાટીલે ફરી એવો જ દાવો કરીને 2 કરોડ સભ્યો નોંધવાનો અતિ મહત્વાકાંક્ષી ટાર્ગેટ આપી દીધો છે.ગુજરાતમાં કુલ 4.30 કરોડ મતદારો છે. એ જોતાં પાટીલે લગભગ 45 ટકા મતદારોને ભાજપના કાર્યકર બનાવવાનો ટાર્ગેટ આપતા સમગ્ર સંગઠન દોડતુ થઈ ગયું છે.

પાટીલે દાવો કર્યો કે, ગુજરાતમાં છેલ્લે સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરાઈ ત્યારે ભાજપના નોંધાયેલા સભ્યોની સંખ્યા 1.19 કરોડની હતી. લોકસભાની ચૂંટણીમાં ભાજપને કુલ 1.88 કરોડ મત મળ્યા હતા. પાટીલના નિવેદનનો અર્થ એ થયો કે, ભાજપનો દરેક કાર્યકર પોતાના ઉપરાંત અન્યનો એક મત લાવવામાં પણ સફળ થયો નથી.
ભાજપનો દરેક કાર્યકર એક-એક મતદારને ભાજપને મત આપવા માટે મનાવી શક્યો હોત. તો પણ 1.19 કરોડ કાર્યકરોના પોતાના અને દરેક કાર્યકરના કારણે પડેલા 1.19 કરોડ મત મળીને ભાજપને 2.38 કરોડ મત મળ્યા હોત. તેના બદલે ભાજપને 50 લાખ ઓછા એટલે કે, 1.88 કરોડ મતો મળ્યા છે. પાટિલે દાવો કર્યો કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 1.87 કરોડ મત જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 1.73 કરોડ મત મળ્યા હતા. પાટિલે આપેલા આંકડા પરથી સ્પષ્ટ છે કે, 5 વર્ષમાં ગુજરાતમાં મતદારોની સંખ્યા વધી છે પણ ભાજપને મળેલા મતોમાં વધારો થયો નથી.

પાટિલે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ ગુજરાત કરતાં ત્રણ ગણું મોટું રાજ્ય હોવા છતાં ભાજપના કાર્યકરોની સંખ્યા ગુજરાત કરતાં થોડીક જ વધારે છે. ગુજરાત યુપીથી બહુ નાનું હોવા છતાં અમે ગુજરાતને સભ્ય સંખ્યાની રીતે દેશમાં સૌથી મોટું રાજ્ય બનાવવાનો સંકલ્પ કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement