For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાટીલ અને પટેલે ભાજપની સદસ્યતા લીધી

04:10 PM Sep 03, 2024 IST | Bhumika
પાટીલ અને પટેલે ભાજપની સદસ્યતા લીધી
Advertisement

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે ફરી એકવાર લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા સીટની હાર ની જવાબદારી સ્વીકારી છે. વાસ્તવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્ય કાર્યાલય ખાતેથી ગઇકાલે સદસ્યતા અભિયાનની શરૂૂઆત કરાવી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી BJPના પ્રથમ સભ્ય બન્યા હતા. આ સાથે આજે ગુજરાતમાં પણ ભાજપ સદસ્યતા અભિયાન શરૂૂ થયું છે.

ભાજપ ગુજરાત સદસ્યતા અભિયાન અંતર્ગત આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે ઈખ ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સદસ્યતા અપાવી હતી. આ દરમિયાન પાટીલે કાર્યકર્તાઓને સંબોધતા ફરી એકવાર બનાસકાંઠા સીટની હારની જવાબદારી સ્વીકારી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ઈછ પાટીલે નૈતિક જવાબદારી સ્વીકારતાંકરતાં કહ્યું કે, બનાસકાંઠા બેઠક પર ભાજપની હારમાં મારો વાંક છે. નોંધનિય છે કે, સી આર પાટીલે બનાસકાંઠા સીટની હારની જવાબદારી સ્વીકારતા કહ્યું કે, આપણી ક્યાંક ભૂલ હશે એટલે આ વખતે સીટો ઓછી મળી. આ સાથે કહ્યું કે, ગુજરાતમાં તો મારી ભૂલના કારણે જ એક સીટ ગુમાવી હું સ્વિકારું છું.

Advertisement

કાર્યકરોને કોઇ તકલીફ હોતી નથી, તે હંમેશા મોજમાં હોય છે: મુખ્યમંત્રી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાથમિક સદસ્યતા લીધા બાદ કાર્યકરોને પણ ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત જોડાવવા હાકલ કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે, કાર્યકર્તાને કોઈ તકલીફ હોતી નથી, તે હંમેશા મોજમાં હોય છે. ભાજપ માં જ એવુ બને કે સામાન્ય કાર્યકર્તા થી દેશમાં ત્રીજી વખત પ્રધાનમંત્રી બની શકે છે. આ સાથે કહ્યું કે, માત્ર ટાર્ગેટ માટે કામ નથી કરવું સાથે દેશને આગળ લઈ જવાની ભાવના રાખવાની છે. ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, કોઈ તકલીફ નથી, આપડે સારામાં સારું છે, આપણને કોઈ નિરાશા નહિ આવે. આટલા મોટા નેતાઓ આપણી પાસે છે. આપણે સૌ સાથે મળીને ભાજપ ને મજબૂત બનાવીએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement