રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાંગીને ભુક્કો થયેલા જડબાની જટિલ સર્જરીથી દર્દીને નવજીવન

05:48 PM Aug 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ઔદ્યોગિક વિસ્તારમાં બનેલા એક અકસ્માતના બનાવમાં ભાંગીને ભુક્કો થયેલા જડબાની અને આંખની ગંભીર-જટિલ-સર્જરી કરીને દર્દીને નવજીવન બક્ષતા સિનર્જી હોસ્પિટલના તબીબોની સરાહનિય કૂનેહ બહાર આવી છે. ડો.ધર્મિલ દોશી, ડો.સંજય ટીલાળા, ડો.દિનેશ ગજેરા, ડો.જયેશ ડોબરીયા, ડો.મિલાપ મશરૂ અને એનેસ્થેટીક ટીમે બતાવેલી સર્વોતમ ફરજની વિગતો કૈંક આવી છે.

રાજકોટમાં કોઇ દર્દીને ગંભીર થઈ જાય તો તેમને વધુ સારવાર માટે અમદાવાદ કે મુંબઇ લઇ જવા પડતા પરંતુ હવે સમયચક્ર પલટાઇ ગયુ છે. રાજકોટમાં તબીબી ક્ષેત્રે વર્લ્ડ કલાસ એકસલન્સ અને એડવાન્સમેન્ટ આવ્યુ છે. તેનો તાજો દાખલો રાજકોટની સિનર્જી હોસ્પિટલ છે.

સિનર્જી હોસ્પીટલ ની તબીબી ટીમે તાજેતરમાં ઇન્ડસ્ટ્રીયલ અકસ્માતમાં જીવન મરણ વચ્ચે જજુમતા એક દર્દીનો જીવ બચાવ્યો હતો. એટલું જ નહિ જીવ બચાવ્યા બાદ આ યુવાનને તેની રોજીંદી જીંદગીમાં લાવવા ભાંગીને ભુકકો થઇ ગયેલા જડબા અને આંખની જટીલ સર્જરી કરી હતી. એઆઇ ટૂલ અને 3ડી પ્રિન્ટિંગની મદદથી આ દર્દીને ટાઇટેનિયમનું કૃત્રિમ જડબુ બેસાડી કમાલ કરી છે. દોઢેક મહિનાની લાંબી સારવાર બાદ આજે આ દર્દી સોફટ ખોરાક લેતો થઇ ગયો છે. ભાંગીને ભુકકો થઇ ગયેલા જડબા અને એક આંખ વગરના અડધા ચહેરાને કારણે જે કુરુપતાનો ભય હતો તેમાં પણ મહદઅંશે પ્લાસ્ટિક સર્જરી અને રિક્ધસટ્રકટિવ સારવારથી તે ટાળી શકાયો છે.

આજે આ યુવાન જ નહિ તેનો પરિવાર પણ તબીબો અને ઇશ્વરનો આભાર માને છે.હોસ્પિટલના ડોકટર ધર્મીલ દોશી પ્લાસ્ટિક અને રિક્ધસ્ટ્રકશન સર્જરી ના નિષ્ણાત છે. મોરબીના યુવાનને ઔદ્યોગિક અકસ્માતમાં લોખંડની પ્લેટ જડબામાં ઘુસી ગઇ હતી. વેન્ટીલેટરની હાલતમાં તે યુવાન ને તેના નિકટજનો સિનર્જી હોસ્પિટલમાં લાવ્યા ત્યારે યુવાન જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હતો. તેની ડાબી બાજુની આંખ સંપુર્ણ નાશ પામી હતી. તેના મગજમાંથી પાણી વહી જવાની આશંકા હતી. નાક અને જડબા સહિતનો ડાબી બાજુનો આખો ભાગ ભાંગીને ભુકકો થઇ ગયો હતો,આમ શ્વાસ લેવામાં તકલીફ , મગજને નુકશાન, એક આંખની દ્રષ્ટિ જવાથી બીજી આંખની દ્રષ્ટિ જવાની આશંકા વગેરે ગંભીર પડકારો હતાં. પરંતુ સિનર્જી ની તમામ પ્રકારના જટીલ રોગોના સર્જન, ઇન્ટેન્સિવ કેરના સ્પેશિયાલિસ્ટ ડોકટોરોએ સૌ પ્રથમ દર્દીને સ્ટેબલ કર્યો.

અત્રે એ નોંધનિય છે કે, મોરબીના યુવાનની સારવાર અને દર્દીના રિસ્ટોરેશન ઇન લાઇફની જે કામગીરી સિનર્જી મા થઇ, તે કદાચ બીજા મેટ્રો શહેરમાં પણ જુજભાગે જ થતી હોય છે. તેમજ લોકલ લેવલ ઉપર આવી આધુનિક સારવાર મળવાથી ઘણાજ લાભ થયા, જેમકે દર્દી ને એર ટ્રાવેલ નો ખર્ચ બચ્યો છે અને પરિવાર ને પડતી હાલાકી ઓછી થઈ તેમજ આર્થિકરીતે પણ બહુ ફરક પડ્યો છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement