ડેન્ગ્યુથી દર્દીનું મોત, રાજકોટમાં પ્રથમ વખત બે તબીબો સામે ગુનો
સ્કંદ લાઇફ કેર હોસ્પિટલમાં વોકહાર્ટના તબીબ સહિત બે તબીબો સામે બેદરકારીનો આરોપ
કુવાડવા રોડ નજીક 50 ફૂટ મેઇન રોડ પર આવેર્લી સ્કંદ લાઇફ કેર હોસ્પિટલમાં ડેન્ગ્યુની અસરનાં કારણે દાખલ કરાયેલાં ઈલેક્ટ્રિક એન્જીનિયર જય સુભાષભાઈ રેણપરા (ઉ.વ.28, રહે.સેટેલાઇટ સોસા. પેડક રોડ)નું મૃત્યુ નીપજ્યા બાદ આ અંગે મૃતકના માતા ચાંદનીબેન રેણપરા (ઉ.વ.49)એ સિવીલ હોસ્પિટલનાં તબીબી અધીક્ષકનાં રીપોટ અભીપ્રાય બાદ તબીબી બેદરકારી સામે આવતા ડોક્ટર હાર્દિક સંઘાણી અને વોકહાર્ટ હોસ્પીટલનાં ડો.જીગ્નેશ પટેલ સામે તેના પુત્રનું મૃત્યુ નીપજાવ્યાનું બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ પ્રકારની રાજકોટમા પ્રથમવાર ફરીયાદ નોંધાવામા આવી હોવાનુ જાણવા મળ્યુ છે.
ચાંદનીબેને પોલીસને જણાવ્યું કે, ગઈ તા.18-9-2024નાં જયને તાવ આવતો હોવાથી ફેમિલી ડોક્ટરને બતાવ્યું હતું જ્યાં તેને ડેન્ગયુની અસર છે લોહીનો રીપોર્ટ કરાવી લેજો તેમ જણાવ્યું હતું. ત્યારબાદ બીજા દીવસે તા.19નાં રીપોર્ટ કરાવતા તેને ડેન્ગયુની અસર હોવાનું જાણવા મળતાં સ્કંદ લાઈફ કેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેના લોહીનાં અને અન્ય રીપોર્ટ કરાયા હતા. તેની સારવાર ડો.સંઘાણી કરતાં હોય સાંજે લેબોરેટરીનાં રીપોર્ટમાં પ્લેટલેટ પંદર હજાર આવ્યા હતા.
આ સમયે તબીબે તમારા પુત્રને પ્લેટલેટ ચડાવવા પડશે તેમ કહ્યું હતું. બીજા દીવસે તા.20નાં રીપોર્ટ કરાવતા તેમાં પ્લેટલેટ 11 હજાર આવ્યા હતા. આ સમયે સારવાર કરવા આવેલાં ડો. સંઘાણીએ રીપોર્ટ જોઈ તમારા દીકરાનાં પ્લેટલેટ બાર હજાર થયાં છે અને તેને સારુ છે તેમ કહ્યું હતું. તે દીવસે એકાદ વાગ્યે જયની તબીયત લથડતાં તે રીસેપ્શન ઉપર ડો.સંઘાણીને બોલાવવા ગયા હતા અને જયની તબીયત બગડી ગઈ છે તાત્કાલિક ડોક્ટરને બોલાવો તેમ કહ્યું હતું. આ સમયે ડો.સંઘાણી હાજર ન હતા એટલુંજ નહીં ઘણીવાર થવા છતાં આવ્યા ન હતા.
અડધી કલાક બાદ ડો.સંઘાણીનાં વાઈફ કે જે સ્કીનનાં ડોક્ટર છે તેને સારવાર કરી હતી. બાદમાં તમારા દીકરાને ઈન્જેક્શન આપેલ છે સારુ થઈ જશે એમ કહીં જતાં રહ્યા હતા. બાદમાં ફરી જયની તબીયત લથડતાં ડો.સંઘાણીનાં પત્ની પાસે જઈ જયનાં હાથ પગ ઠંડા થવા લાગ્યા છે આંખો પણ બંધ થવા લાગી છે તેમ જણાવતા સ્ટાફ દ્વારા તેને આઇસીયુ રૂૂમમાં દાખલ કરાયો હતો. જ્યાં પણ ડોક્ટર સંઘાણીના પત્ની સારવાર આપતા હતા. અડધી કલાક બાદ ડો.સંઘાણી આવતાં જયનું ચેક અપ કર્યું હતું. બાદમાં તેને તમારા દીકરાનું બીપી લો થઈ ગયું હતું હાલ ક્ધટ્રોલમાં છે ચીંતા કરવાની જરૂૂર નથી તેમ જણાવ્યું હતું.
આથી જયનાં પિતાએ ડોક્ટરને તમારી હોસ્પિટલમાં મારા દીકરાની તબીયત સારી થાય તેમ ન હોય તો અમોને રજા આપો અમે બીજી હોસ્પિટલમાં સારવાર કરાવીએ આથી ડોક્ટરે તેને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા હતા. જ્યાં તેને હવે પછીની સારવાર ત્યાં બેઠેલ ડોક્ટર જીગ્નેશ પટેલ વોકહાર્ટ હોસ્પિટલવાળા કરશે. સાંજના સમયે ડો.જીગ્નેશએ જયના રીપોર્ટ જોઈ તમારા દીકરાની તબીયત ક્રિટિકલ છે. પ્લેટલેટ કાઉન્ટ 28 હજાર આવેલાં છે પણ હું સ્થિતીને સંભાળી લઈશ તેમ કહ્યું હતું.
આથી તેમને તેને જયને અન્ય હોસ્પિટલમાં લઈ જવો છે તેમ કહેતા ડો.જીગ્નેશે તમે ક્યાંય પણ જશો સારવાર અમે આપીએ એજ સારવાર આપવામાં આવશે કોઈ હોસ્પિટલ જવાની જરૂૂર નથી. જરૂૂર પડશે તો હું વોકહાર્ટનાં વધુ ડોક્ટર મંગાવી લઈશ તેમ કહ્યું હતું. બાદમાં તે ત્યાંથી જતાં રહ્યા હતા. તારીખ 20નાં હાજર ન હોય નર્સ સહિતનો સ્ટાફ તેને છાતીનાં ભાગે દબાવતો હતો આથી જયની લથડતાં હોસ્પિટલમાં કોઇ તબીબ રિસેપ્શન 52 જઈને તબીબને બોલાવવાનું બેદરકારીને લીધે મોત થયાનું રીપોર્ટ આપ્યો હતો. જણાવ્યું હતું. સવા આઠેક વાગ્યે ડો.જીગ્નેશ આવતા સારવાર કરવા લાગ્યા હતા અને એમ્બ્યુલન્સ મારફતે વોકહાર્ટમાં લઇ ગયા હતા. જ્યાં અડધી કલાક સુધી સારવાર કરાઈ હતી. બાદમાં જયને તબીબો દ્વારા મૃત જાહેર કરાયો હતો. બીજી તરફ આ બાબતે તબીબી અધીક્ષક (પીડીયુ હોસ્પિટલ) દ્વારા ડોક્ટર દ્વારા બેદરકારીને લીધે જયનુ મોત થયાનો અભીપ્રાય અંગેનો રીપોર્ટ આવતા પોલીસમા ફરીયાદ નોંધવામા આવી હતી.