For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સનાતન ધર્મ માટે કામ કરનારાને લોકસભા ચૂંટણીમાં સપોર્ટ આપશે પાટીદારો

03:49 PM Mar 18, 2024 IST | Bhumika
સનાતન ધર્મ માટે કામ કરનારાને લોકસભા ચૂંટણીમાં સપોર્ટ આપશે પાટીદારો
  • પાલનપુરમાં મહાસંમેલન બાદ વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખની જાહેરાત

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠાના પાલનપુર ખાતે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાન અંતર્ગત પાટીદાર મહાસમેલન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. સંમેલન દરમિયાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે જે સનાતન ધર્મને લઈને કામ કરશે, લોકસભાની ચૂંટણીમાં તેની સાથે પાટીદાર સમાજ રહેશે તેવું નિવેદન આપતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

Advertisement

લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં યોજાયેલા પાટીદારોના મહાસંમેલનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી પટેલે નિવેદન આપ્યું હતું કે, ચૂંટણી આવે છે ત્યારે જે કોઈ સનાતન ધર્મને લઈને કામ કરે છે, તેની સાથે પાટીદાર સમાજ છે. સનાતન ધર્મને લઈને જે કોઈ લોકો ગાળો બોલી રહ્યા છે તેમને પાટીદાર સમાજ જ નહિ પણ સર્વ સમાજ જે હિન્દૂ વિચારધારા સાથે સાંકલયેલો સર્વ સમાજ સનાતન વિરોધીઓને જડબાતોડ જવાબ આપશે.

પાટીદાર સમાજના મહાસંમેલનમાં વિશ્વના સૌથી મોટા ઉમિયા મંદિરનું નિર્માણ સહિત સમાજની એકતા શિક્ષણ, રોજગાર, આરોગ્ય, છાત્રાલય, સ્પોર્ટ્સ અને કલ્ચરલ, બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ ઉપર ભાર મુકાયો હતો.

Advertisement

જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાન્ય સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ મુકામે 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના સામાજિક નીધિ સહયોગથી વિશ્વની નવમી અજાયબી સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહેલ છે, મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે, પરંતુ તે સામાજિક તેમજ રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, છાત્રાલય, સ્પોર્ટ્સ કલ્ચરલ, બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે આણ્યા-એકતા અને ઊર્જાના ધામ તરીકે કાર્યરત છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement