For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાજલના બડબોલથી પાટીદારો બગડ્યા, માફી માગે નહીં તો ઉગ્ર લડત

11:50 AM Mar 19, 2024 IST | Bhumika
કાજલના બડબોલથી પાટીદારો બગડ્યા  માફી માગે નહીં તો ઉગ્ર લડત
  • સસ્તી પ્રસિધ્ધિ માટે કાજલ સમગ્ર પાટીદાર સમાજને બદનામ કરે છે : ગજેરા
  • માત્ર નિવેદનો કરવાના બદલે વાસ્તવિક કામ પણ કરવું જોઈએ : લાલજી પટેલ
  • કાજલે પાટીદાર સમાજની માફી માગવી પડશે : ખોડલધામ પ્રવકતાની સાફ વાત
  • મોરબીની માફક અમદાવાદમાં પણ ફરિયાદ નોંધાવીશ : ગીતાબેન પટેલ

લવજેહાદ સામે ઝુંબેશ ચલાવતા કાજલ હિંદુસ્તાનીનો પાટીદાર સમાજની દિકરીઓને નિશાન બનાવતો વીડિયો વાયરલ થતાં પીટાદારોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે અને કાજલ કૃત્ય કર્યાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં પાસ કાર્યકર્તા મનોજ પનારાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મનોજ પનારાએ જણાવ્યું કે તેમના દ્વારા મોરબી અ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાજલ હિંદુસ્થાની સામે ઝીરો એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. સમગ્ર વિવાદને લઇ મનોજ પનારાએ કાઝલ હિંદુસ્તાની સામે જાહેરમાં માફી માગવાની માગ કરી છે. જો પાટીદાર સમાજની માફી ન માગે તો કાજલ હિંદુસ્તાનીને સ્ટેજ પર બોલવા પર પ્રતિબંધ મુકવા માટે હાઇકોર્ટ સુધી જવાની પણ મનોજ પનારાએ તૈયારી બતાવી. મહત્વનું છેકે ફાયરબ્રાન્ડ હિંદુ વક્તા તરીકેની ઓળખ ધરાવતા કાજલ હિંદુસ્તાનીએ અગાઉ પણ વિવિધ જગ્યાએ યોજાયેલા કાર્યક્રમમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદ અંગે વિવાદાસ્પદ ભાષણ આપ્યા હતા. જેમાં કાજલ હિંદુસ્તાનીએ મોરબીની યુવતીઓ અને ખાસ કરીને પાટીદાર યુવતીઓ ગેરહિંદુ સાથે ભાગી જતી હોવાનું નિવેદન આપતાં વિવાદ થયો છે. કાજલ હિંદુસ્તાની સામે પોલીસ ફરિયાદને લઇ હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

પરેશ ગજેરા
કાજલ હિંદુસ્તાનીના નિવેદનને લઈ પાટીદાર સમાજના આગેવાન પરેશ ગજેરાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કાજલ હિંદુસ્તાની સસ્તી પ્રસિદ્ધિ માટે પાટીદાર સમાજને બદનામ કરે છે. કાજલ હિંદુસ્તાની પાટીદાર સમાજની માફી માગે. સાથે જ તેમણે કહ્યું કે જો કોઈ પૂરાવા હોય તો જે તે પરિવારને મળીને વાત કરે, નહીં કે સમગ્ર સમાજને જાહેરમંચથી બદનામ કરે. કાજલ હિંદુસ્તાનીએ પાટીદાર સમાજની બહેન-દીકરીઓ પર આંગળી ઉઠાવી છે. જો તેઓ માફી નહીં માગે તો પાટીદાર સમાજ એકઠો થશે.

લાલજી પટેલ
કાજલ હિંદુસ્તાની દ્વારા પાટીદાર દીકરીઓને મુદ્દે કરેલા બફાટ બાદ પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે કાજલ હિંદુસ્તાનીને લઇને નિવેદન આપ્યું છે. લાલજી પટેલે કાજલ હિંદુસ્તાનીની ટિપ્પણીઓને કડક શબ્દોમાં વખોડી છે. લાલજી પટેલે જણાવ્યું કે જાહેર મંચ ઉપરથી નિવેદન કરવાની જગ્યાએ કાજલ હિંદુસ્તાનીએ આ અંગે કામ કરવું જોઇએ. વધુમાં લાલજી પટેલે જણાવ્યું કે મોરબીમાં કાજલ હિંદુસ્થાની સામે ફરિયાદ નોંધાવનાર મનોજ પનારાને એસપીજી સમર્થન જાહેર કરે છે.

Advertisement

ખોડલધામ પ્રવકતા
ખોડધામના પ્રવક્તાએ સમગ્ર વિવાદને લઇ પ્રતિક્રિયા આપી. ખોડધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ કાજલ હિંદુસ્થાનીના નિવેદનને સસ્તી પ્રસિદ્ધી માટેનું તરકટ ગણાવ્યું. હસમુખ લુણાગરિયાએ એમ પણ કહ્યું કે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની માફી માગવી પડશે.

ગીતાબેન પટેલ
પાટીદાર સમાજની દીકરીઓ મુદ્દે કરેલી ટિપ્પણીનો વિવાદ વકર્યો છે. પાટીદાર અને કોંગ્રેસ નેતા ગીતા પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, કાજલ હિંદુસ્તાનીએ આવા શબ્દો બોલવા ન જોઈએ. કાજલ હિંદુસ્તાની સંસ્કારો ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે. કાજલ હિન્દુસ્થાનીના નિવેદનને વખોડું છું. મોરબીના પાટીદાર સમાજના આગેવાનોએ ફરિયાદ નોંધાવી છે. તેમજ આવતીકાલે કાજલ હિંદુસ્તાની સામે અમદાવાદમાં ફરિયાદ નોંધાવીશ.

Advertisement
Tags :
Advertisement
Advertisement