For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મિલકતવેરાના બાકી 58 કરોડ માટે પઠાણી ઉઘરાણી

05:47 PM Feb 08, 2024 IST | Bhumika
મિલકતવેરાના બાકી 58 કરોડ માટે પઠાણી ઉઘરાણી

વધુ 15 મિલકત સીલ, પાંચને જપ્તીની નોટિસ, રૂા. 32.86 લાખની વસુલાત

Advertisement

મનપાના વેરાવિભાગ દ્વારા 375 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે બાકીદારો વિરુદ્ધ રિકવરી ઝુંબેશ છેલ્લા બે માસથી શરૂ કરી છે. આજે પણ વધુ 15 મિલ્કત સીલ કરી પાંચ આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા. 32.86 લાખની વેરાવસુલાત કરી હતી.

કુવાડવા રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.50,000નો ચેક આપેલ, સંત કબીર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.71,000, સોની બજારમાં આવેલ ‘વૈભવ કોમ્પ્લેક્ષ શોપ નં-201 સીલ, સોની બજારમાં 1-યુનિટ સીલ, સોની બજારમાં 3-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.3.05 લાખ, નવાનાકા રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.65 લાખ, ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.60,000, મવડી ઇન્ડ એરીયામાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.26 લાખ, ગોકુલનગરમાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.73,100, 150 ફુટ રોડ પર આવેલ 1-યુનિટ સીલ, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, કોઠારીયા રોડ પર આવેલ 1- યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂૂ.1.20 લાખ, નેહરુ નગરમાં 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.00 લાખ, બોલબાલા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.63,900, 40 ફુટ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.90,084, આરતી સોસાયટી મેઇન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કારતા રીકવરી રૂૂ.1.00 લાખ, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ હતાં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement