રાજકોટ નાગરિક બેંકના ચેરમેનપદે પાઠક અને વા.ચેરમેનપદે જીવણભાઇ
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ચુંટણી પ્રક્રિયામાં આજરોજ, તા. 22ને શુક્રવારે, ચેરમેન માટે દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેન માટે જીવણભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું અને નિયત સમયમાં અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ભરેલ નથી. માટે બિન હરીફ જાહેર થશે.
ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠકના નામ માટે દેવાંગભાઈ માંકડે દરખાસ્ત મૂકી હતી અને ચંદ્રેશભાઈ ધોળકિયાએ ટેકો આપેલ હતો. જયારે વાઈસ ચેરમેન તરીકે જીવણભાઈ પટેલના નામ માટે માધવભાઈ દવેએ દરખાસ્ત મૂકી હતી અને અશોકભાઈ ગાંધીએ ટેકો આપેલ હતો. માટે આવતીકાલે બિન હરીફ જાહેર થશે
દિનેશભાઈ પાઠક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્પિત કાર્યકર છે. તેઓ નેશનલ ઇન્સ્યુરન્સ કંપનીમાં સીનીયર બ્રાંચ મેનેજર તરીકે કાર્ય કરતા હતા. રાજકોટ નાગરિક સહકારી બેંક લી.માં 2021-2022માં કો-ઓપ્ટ ડીરેક્ટર તરીકે સેવા આપી હતી. ત્યારબાદ 2022થી ડીરેક્ટર તરીકે કાર્યરત છે.
ગેલેક્સી ગ્રુપના જીવણભાઈ પટેલ જાણીતા ઉદ્યોગપતિ છે. વડીલ જીવણભાઈ હસમુખા સ્વભાવના માલિક છે. તેઓએ બેંકમાં 2004 થી 2022 સુધી ડીરેક્ટર તરીકે અને 2015 થી 2020 સુધી વાઈસ ચેરમેન તરીકે સેવા આપી હતી. આવતીકાલ, તા. 23ને શનિવારે સવારે 11 જીલ્લા કલેકટર અને રીટર્નીંગ ઓફીસર પ્રભાવ જોશીની ઉપસ્થિતિમાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની હેડ ઓફિસ, અરવિંદભાઈ મણીઆર નાગરિક સેવાલયના ચોથા માળે આવેલ બોર્ડ રૂૂમમાં ડીરેકટરોની મીટીંગ યોજાશે અને તેમાં પ્રભાવ જોશી નવા ચેરમેન માટે દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેન માટે જીવણભાઈ પટેલના નામની વિધિવત ઘોષણા કરશે.