સુરતમાં પટેલ યુવાનનું બેંગલુરૂ આઇ.આઇ.એમ.માં ભેદી સંજોગોમાં મોત
મિત્રના જન્મદિવસની ઉજવણી કર્યા બાદ પરિસરમાંથી લાશ મળી
સુરતનો નિલય કૈલાશભાઈ પટેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગલુરુ (ઈંઈંખ-ઇ)માં રવિવારે વહેલી સવારે કેમ્પસ હોસ્ટેલ પરિસરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુરતના યુવાને મિત્રો સાથે 29મો જન્મદિવસ ઉજવ્યો હતો. જેના કલાકો પછી તે હોસ્ટેલના પરિસરમાંથી મૃત સ્થિતિમાં મળી આવ્યો છે. આ આઘાતજનક સમાચાર સાંભળીને વિદ્યાર્થીનો પરિવાર બેંગ્લોર પહોંચ્યો છે.નિલયના મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ અને સમય જાણવા મળી શકે છે.
અહેવાલ પ્રમાણે, સુરતનો નિલય કૈલાશભાઈ પટેલ મેનેજમેન્ટમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (પીજીપી)ના બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. તેણે ફેશન ઈ-કોમર્સ કંપનીમાં પ્લેસમેન્ટ મેળવ્યું હતું અને તેના મિત્રોના જણાવ્યા અનુસાર તે આજથી એટલે કે સોમવારથી નવી નોકરી શરૂૂ કરવાનો હતો.પોલીસે જાણકારી આપતા કહ્યું હતું કે,આ ઘટના શનિવારની રાત્રે બની હતી. નિલય કેમ્પસમાં મિત્રના રૂૂમમાંથી પોતાના જન્મદિવસની ઉજવણી કરીને તેના રૂૂમમાં પરત ફરી રહ્યો હતો. જોકે, આ અંગેની જાણ રવિવારે સવારે લગભગ 6:45 વાગ્યે સિક્યોરિટી ગાર્ડને થઈ હતી.
આ ગાર્ડે નિલયને હોસ્ટેલના પરિસરમાં નીચે પડેલો જોયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, નિલયનો શનિવારે જન્મદિવસ હતો, તે કેમ્પસમાં હોસ્ટેલના અલગ બ્લોકમાં મિત્રના રૂૂમમાં જન્મદિવસની ઉજવણી કરવા ગયો હતો. તે લગભગ 11:30 વાગ્યે મિત્રના રૂૂમમાંથી બહાર નીકળ્યો અને એફ બ્લોકમાં તેના રૂૂમમાં પાછો ફર્યો હતો. આ અંગે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, એવી શંકા છે કે, નિલય જ્યારે પોતાના રૂૂમમાં પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું હોય શકે અને તે અકસ્માતે બીજા માળેથી પડી ગયો હોય શકે છે. રવિવારે સાંજે નિલયનો પરિવાર બેંગલુરુ પહોંચ્યો હતો. તેમણે કરેલી ફરિયાદના આધારે પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો.