પાસપોર્ટ કેન્દ્રનું સર્વર ઠપ થતાં અરજદારોને હાલાકી
અમદાવાદમાં પાસપોર્ટ કેન્દ્રનું સર્વર ફરી એકવાર ઠપ થયું છે. બીજા દિવસે પણ પાસપોર્ટ કેન્દ્ર પર સર્વર ઠપ થતાં લોકોની લાંબી લાઈનો લાગી હતી. અત્રે જણાવીએ કે,સર્વર ઠપ હોવાથી 2100ની અરજી સબમિટ ન થઈ શકી જેના કારણે લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે.
અમદાવાદમાં મીઠાખળી, વિજય ચાર રસ્તા પરના પાસપોર્ટના કેન્દ્ર પર લોકોએ હોબાળો મચાવ્યો હતો. જેમણે કહ્યું કે, એપોઇન્ટમેન્ટ રિશિડ્યૂલ કરીએ તો 21 એપ્રિલ બતાવે છે, જેના કારણે બહાર ફરવા જઈ તો પ્લાન ખોરવાઈ જાય છે અને અહીંના કર્મચારીઓ પણ ગોળ ગોળ જવાબ આપે છે. છેલ્લા 2 દિવસમાં 2 હજાર 100 લોકો પાસપોર્ટની અરજી સબમિટ કરી શક્યા નથી.
છેલ્લા બે દિવસથી બે હજારથી વધુ અરજદારોએ એપોઇન્ટમેન્ટ રિશિડ્યુલ કરતા 14 તારીખના બદલે 21 તારીખ મળતા વેઇટીંગ પિરિયડ 12 દિવસ થાય છે. જેના કારણે અરજદારોને પાસપોર્ટ મળવામાં વિલંબ થઈ રહ્યો છે. જેના કારણે લોકોને રૂૂ.1500ની ફી જતી કરવાનો વારો આવ્યો છે. સાથ સાથ પાસપોર્ટ કેન્દ્ર પર ફાઇલો એક્સેલેટ થતા ગ્રાન્ટિંગનું ભારણ તેમજ પ્રિન્ટિંગ બેકલોગ વધશે.