બગસરા ડેપોમાં પાંચ બસ બંધ કરાતા મુસાફરોને હાલાકી
આજે ફરી વખત બગસરા એસ ટી ડેપો દ્વારા અનેક રૂૂટો બંધ કરી દેવામાં આવ્યા હતા. જયારે ગઈ કાલે અમરેલી વિભાગીય નિયામક અધિકારી દ્વારા પણ મુલાકાત લેવામાં આવી હતી કે આવી રીતે આવર નવાર રૂૂટો બંધ કેમ કરી દેવામાં આવે છે હવે પછી તમામ બસો બંધ છે તે ચાલુ કરવાની કડક સૂચના આપવામાં આવી હતી.તેમ છતાં આજે સવારની 5:30 કલાકે ઉપડતી બગસરા રાજકોટ વાયા જેતપુર તમેજ 5:30 કલાકે ઉપડતી બગસરા જૂનાગઢ તેમજ સવારના 5:15 કલાકે ઉપાડતી બગસરા સાવરકુંડાલા અને બપોરના 1:30 કલાકે ઉપડતી બગસરા સાવરકુંડલા જેવી અનેક બસો બંધ કરી દેવામાં આવી હતી.
અને અધિકારીની સૂચનાનો પણ ઉલાલિયો કરી દેવામાં આવેલ અને પોતાની જ મનમાની ચલાવી હતી.જયારે પેસેન્જરો આ બસો બંધ કરી દેવામાં આવતા હેરાન પરેશાન થઈ ગયા હતા.અને ગઈ કાલથી સ્કૂલો પણ ચાલુ થઈ ગયેલ હોવાથી વિધાર્થીઓ પણ નિયત સમયમાં સ્કૂલે પહોંચી સકતા નથી અને ભણતર પણ બગાડી રહેલ છે. છતાં અહીંયા અધિકારીઓ દ્વારા પોતાની મનમાની કરી ખાનગી વાહનોને પ્રોત્સાહન આપી રહેલ આવા અધિકારી ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. જિલ્લા અધિકારીની પણ ઉપર જઈ અનેક બસો બંધ કરવામાં આવી રહેલ છે.જયારે લોકો દ્વારા એમ ડી દ્વારા કાર્યવાહી કરવામાં આવે અને અવાર નવાર જે બસો બંધ કરવામાં આવે છે તેને નિયમિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.