એર ઇન્ડિયાની રાજકોટ-મુંબઇ રાજકોટ ફલાઇટ રદ થતા મુસાફરો રઝળ્યા
કંપનીએ પ્લેનની સંખ્યા ઘટાડતા હવાઇ સેવા ખોરવાઇ
અમદાવાદમા એર ઇન્ડીયાની ફલાઇટની પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ એર ઇન્ડીયા - ટાટા કંપનીએ તેની ડ્રીમ લાઇનર સહીતની પ્લેનની ચકાસણી શરૂ કરી મેઇનટેનન્સ માટે કેટલીક ફલાઇટોની ઉડાનને રદ કરતા તેની અસર હવાઇ મુસાફરી પર પડી છે. અને એર ઇન્ડીયાની હવાઇ સેવા ખોરવાઇ ગઇ છે. રાજકોટ આવતી એર ઇન્ડીયાની ફલાઇટ રદ થતા રાજકોટ - મુંબઇ રાજકોટની એર ઇન્ડીયાની ફલાઇટમા મુસાફરી કરનારા મુસાફરો રઝળી પડયા હતા.
રાજકોટથી સવારે ઉડાન ભરતી એર ઇન્ડીયાની મુંબઇની ફલાઇટ આજે રદ થઇ હતી. તેનુ કારણ એવુ છે કે મુંબઇથી રાજકોટ માટે ઉડાન ભરનાર એર ઇન્ડીયાની ફલાઇટ રદ થતા રાજકોટ - મુંબઇ રાજકોટની એર ઇન્ડીયાની એઆઇ 659 - 688 ને રદ કરવી પડી હતી. અમદાવાદની પ્લેન ક્રેશની દુર્ઘટનાં બાદ એર ઇન્ડીયા - ટાટા કંપનીએ તેનાં તમામ એર ક્રાફટનુ ચેકીંગ તેમજ મેઇનટેનન્સ શરુ કર્યુ છે . જેનાં કારણે હાલ એર ઇન્ડીયા - ટાટા પાસે એર ક્રાફટની સંખ્યા ઓછી થતા તેની અસર હવાઇ સેવા પર પડી છે. રાજકોટ સહીતની એર ઇન્ડીયાની અન્ય કેટલીક ઉડાનો પણ રદ કરવામા આવી છે. એર ઇન્ડીયાની મુંબઇથી રાજકોટ અને રાજકોટથી મુંબઇની આજની ફલાઇટ રદ થતા મુસાફરો રઝળી પડયા હતા. અને ઇન્ટરનેશનલ ફલાઇટનાં કનેકશન વાળી ટીકીટ ધરાવતા મુસાફરોને અમદાવાદ જવુ પડયુ હતુ.