For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કલ્યાણપુરના ભાટિયા, ખંભાળિયા અને દ્વારકા નજીક અકસ્માતમાં મુસાફરોને ઈજા

12:02 PM Jul 31, 2025 IST | Bhumika
કલ્યાણપુરના ભાટિયા  ખંભાળિયા અને દ્વારકા નજીક અકસ્માતમાં મુસાફરોને ઈજા

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે શ્રીજી સોસાયટી વિસ્તારમાં રહેતા ઉકાભાઈ કણજારીયા નામના સતવારા વૃદ્ધ તેમના જી.જે. 37 એચ. 0973 નંબરના મોટર સાયકલ પર બેસી અને પોતાની વાડીએ જઈ રહ્યા હતા. ત્યારે ભાટિયા - ભોગાત રોડ ઉપર ભાટિયાના મેન ગેઈટ પાસે જી.જે. 10 ડી.એ. 5541 નંબરની એક ક્રેટા મોટરકારના ચાલકે પોતાની કાર ટ્રાફિકને અડચણરૂૂપ રાખી હતી.

Advertisement

આ પછી તેણે આજુબાજુ જોયા વગર પોતાની કારનો દરવાજો ખોલતા બાઈક પર જઈ રહેલા ઉકાભાઈ કણજારીયા આ કાર સાથે ટકરાયા હતા. આ અકસ્માતમાં તેઓને હેમરેજ જેવી ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આરોપી ક્રેટા કાર ચાલક નાસી છૂટી હોવાનું પણ જાહેર થયું છે. જે અંગે કલ્યાણપુર પોલીસે નાથાભાઈ ઉકાભાઈ કણજારીયા (ઉ.વ. 35, રહે. ભાટીયા) ની ફરિયાદ પરથી ક્રેટા કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં ગોંડલ રોડ વિસ્તારમાં રહેતા નીતિનભાઈ પરસોત્તમભાઈ ઝરીયા નામના 31 વર્ષના યુવાન તેમની ઇક્કો કાર લઈને જઈ રહ્યા હતા. ત્યારે ખંભાળિયા - જામનગર હાઈવે પર અત્રેથી આશરે 12 કિલોમીટર દૂર એક હોટલ પાસે પહોંચતા આગળની તરફથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 23 એ.ડબલ્યુ. 5596 નંબરના આઇસર ટ્રકના ચાલકે એકાએક બ્રેક મારતા પાછળ આવી રહેલી ઇક્કો કાર આઇસર ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે કારમાં જઈ રહેલા નીતિનભાઈ તેમજ અન્ય મુસાફરોને નાની મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે ખંભાળિયા પોલીસે નીતિનભાઈ ઝરીયાની ફરિયાદ પરથી આઇસર ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

Advertisement

દ્વારકા - પોરબંદર હાઈવે પર દ્વારકાથી આશરે 30 કિલોમીટર દૂર ઘડી કંપનીની નજીક જી.જે. 01 એચ.ટી. 0620 નંબરના ટેમ્પો ટ્રાવેલ્સના ચાલક સુભાષભાઈ ચંદ્રા અહરીએ પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવીને રસ્તામાં બે આખલાઓ બાખડતા હોય, જેના કારણે આ આખલાને ટક્કર મારતા સર્જાયેલા આ અકસ્માતમાં ટેમ્પો ટ્રાવેલ્સ માર્ગની એક બાજુ પલટી ખાઈ ગઈ હતી.

આ અકસ્માતમાં અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના રહીશ રંગીલાબેન વિષ્ણુભાઈ ઝાલા (ઉ.વ. 51) તેમજ અન્ય મુસાફરોને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ આરોપી નાસી છૂટ્યો હોવાનું પણ રંગીલાબેન ઝાલાની ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે દ્વારકા પોલીસે ચાલક સુભાષભાઈ ચંદ્રા વિરુદ્ધ બી.એન.એસ. અને એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી, જરૂૂરી કાર્યવાહી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement