ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બસપોર્ટમાં પ્લેટફોર્મ નં. 1, 5, 9, 11, 15, 19, 20માં શેકાતા મુસાફરો

05:35 PM Apr 11, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

કાળઝાળ ગરમીમાં પંખાના અભાવે પરસેવે નિતરતા યાત્રિકો: તાકીદે કુલર મુકવા હિતરક્ષક સમિતિની માંગ

Advertisement

ઢેબર રોડ પરના એસ.ટી બસપોર્ટ પર નિયમિત અંદાજે 1500 બસોની અવર જવર રહે છે રાજકોટ એ શૈક્ષણિક હબ બની ગયું છે જે પગલે વિદ્યાર્થીઓની પણ બહોળી સંખ્યા છે. રાજકોટમાં ભીષણ ગરમી પડી રહી છે અને દેશભરના ધગધગતા શહેરોમાં રાજકોટનું અગ્રીમ હરોળમાં સ્થાન છે. ગઈકાલે રાજ્યનું સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં હતું. સરેરાશ 45 ડિગ્રી તાપ વચ્ચે રાજકોટ એસ.ટી બસ પોર્ટની આજુબાજુ ઢેબર રોડ પર 46 ડિગ્રી તાપમાન નોંધાયેલું હતું. તેમ હવામાન ખાતાની યાદીમાં જણાવ્યું હતું. રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર 22 પ્લેટફોર્મ છે પરંતુ આ પ્લેટફોર્મ નંબરના 1,5,9,11,15,19 અને 20 પર એક પણ પંખો છે નહીં હજારો મુસાફરોને ફરજિયાત ભઠ્ઠીમાં શેકાવું પડે છે. હયાત પંખા રાખવામાં આવ્યા છે તે પણ એકદમ ધીમા ફરે છે કોઈ મુસાફર કહે કે પંખા ફાસ્ટ કરો તો સુપરવાઇઝર કોન્ટ્રાક્ટર દ્વારા કહેવામાં આવે છે કે પંખા આટલા જ ફરશે ફાસ્ટ નહીં થાય. 150 ફૂટના રીંગ રોડ પર માધાપર એસ.ટી બસ સ્ટેશન બે દિવસથી કાર્યરત કરાયું છે. ત્યાં મુસાફરો માટે એક પણ પંખો ન હોય જે પગલે સિનિયર સિટીઝન, બાળકો અને મહિલાઓની હાલત કફોડી બને છે.

ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસના તમામ 19 બસ સ્ટેશન પર મુસાફરોને ગરમીમાં રાહત રહે તે માટે 38 એર કુલર મૂકવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર ખાતે બેબી રૂૂમ શરૂૂ કરવામાં આવ્યો છે અને તમામ પંખાઓ શરૂૂ કરાયા છે ત્યારે રાજકોટ માં હજારો મુસાફરોની અવર જવર વચ્ચે જ્યારે પંખા જ ન હોય તો તાત્કાલિક બસપોર્ટ પર જરૂૂરિયાત છે ત્યાં એર કુલરની વ્યવસ્થા કરવી અને જે પ્લેટફોર્મ પર પંખા નથી તે જગ્યાએ સાઈડમાં પંખા મૂકી મુસાફરોને રાહત આપવા ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા આજરોજ ગુજરાત એસ.ટી મુસાફરો નોંધવાની ફરિયાદ પોથી (પરિશિષ્ટ અ) મુજબ ફરિયાદ નંબર 016830 થી ફરિયાદ કરવામાં આવી છે.

વોલ્વો રૂમ રાત્રે બંધ થતા હાલાકી

વોલ્વો રૂૂમ રાત્રે 9 ની આસપાસ બંધ કરી દેવામાં આવે છે. ત્યાર પછી વોલ્વો બસોની અવર-જવર વચ્ચે રાત્રે મુસાફરોને જ્યાં બસ ઊભી રહે છે તે પ્લેટફોર્મ નંબર એક પર પંખા વગર બેસવું પડે છે. અને બસો ઉપરથી મોડી આવે છે એવું એસ.ટીના કંટ્રોલ રૂૂમ પર બોર્ડ મારવામાં આવેલ છે એટલે કલાકો સુધી વગર પંખે પુરતુ અને વધુ ભાડું આપીને શેકાવું પડે છે.

 

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement