ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

માધાપર ચોકડીએ 42 ડિગ્રીમાં શેકાતા મુસાફરો, બસ પોઇન્ટનો ખર્ચ પાણીમાં

05:24 PM Mar 12, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જામનગર રૂટ પર છાંયડાની કે યુરિનલની પણ વ્યવસ્થા નહીં: બસ ફરીને પોઇન્ટ સુધી નહીં જતા મુસાફરો આકરા તાપમાં ઊભા રહેવા મજબૂર: વહેલી તકે સુવિધા વધારવા મુસાફર હિતરક્ષક સમિતિની માગણી

Advertisement

માધાપર ચોકડી ખાતે જામનગર અને મોરબી તરફ જતા મુસાફરો માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા બસ સ્ટોપની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ હાલ-આકરો તાપ પડી રહ્યો છે અને જામનગર સાઇડ કોઇ છાયરાની વ્યવસ્થા નહી હોવાથી મુસાફરોને 42 ડિગ્રીમાં શેકાવવુ પડી રહ્યું છે. યુરિનલ, પીવાના પાણીની સુવીધા નહી હોવાથી મુસાફરો હેરાન-પરેશાન થઇ ગયા હોવાની સતત ફરિયાદો ઉઠી રહી છે.

હાલ સમગ્ર દેશમાં રાજકોટ અને ભુજ હીટ વેવમાં પ્રથમ ક્રમાંક હોય ત્યારે અગામી દિવસોમાં ગરમી ભુક્કા બોલાવવાની છે ત્યારે માધાપર ચોકડીએ હાલ જે સ્થળે બસો ઉભી રહે છે ત્યાં કોઈ જાતની મુસાફરો માટે સગવડતા છે નહીં છાયડા ની વ્યવસ્થા નથી, બેઠક વ્યવસ્થા પણ નથી, યુરીનલ નથી, પીવાનું પાણી નથી, બસોનું સમયપત્રક નથી, ટ્રાફિક પોઇન્ટની કેબિનમાં કાયમી અલીગઢી તાળું લટકતું જોવા મળે છે. પ્રાઇવેટ પેસેન્જર વાહનોનો ત્રાસ છે અને એસ.ટી.ની ટ્રાફિક પોઇન્ટની કેબિનમાં ભંગાર જોવા મળેલ હતો.

આગામી દિવસોમાં ઉનાળો શરૂૂ થઈ રહ્યો છે ત્યારે ધોમ ધખતા તાપમાં સિનિયર સિટીઝન, બાળકો, મહિલાઓ મુસાફરોની હાલત વધુ કફોડી બનશે અહીંયા 400 થી વધુ બસોની અવર જવર રહે છે તે માટે તાત્કાલિક એસ.ટી બસ સ્ટેશન માધાપર ચોક શરૂૂ કરવા કરેલી રજૂઆત તુમારશાહીનો ભોગ બનતા જિલ્લા કલેકટર કચેરી ખાતે દર માસના ચોથા ગુરુવારે યોજવામાં આવતા મુખ્યમંત્રી સ્વાગત માર્ચ 2025 ના કાર્યક્રમમાં હજારો મુસાફરોના હિતોને ધ્યાનમાં રાખીને ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યોએ ફરિયાદ કરવામાં આવી છે.

આરએમસી જગ્યા આપે તો અમે સુવિધા આપવા તૈયાર, બે-ત્રણ વાર રજૂઆત કરી છે
આકરા તાપમાં મુસાફરો હેરાન થઇ રહ્યા છે. તે ફરિયાદ સાચી છે. પરંતુ ત્યા એસટીની કોઇ જગ્યા નહી જામનગર સાઇડ જે ફરિયાદ ઉઠી છે. તે બાજુ રાજકોટ મહાનગરપાલિકા જો જગ્યા ફાળવી આપે અમે ત્યા પાણી, છાયો, યુરિનલની સુવિધા આપવા તૈયાર જ છીએ, જગ્યા ફાળવવા માટે અમે બે-ત્રણ વાર રજૂઆત કરી છે. પરંતુ કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. જો વૈકલ્પિક જગ્યા ટાઇમ પહેરી આપે તો પણ અમે વ્યવસ્થા કરીશુ.
જે.બી.કલોતરા વિભાગીય (નિયામક, રાજકોટ ડિવિઝન)

સાંઢિયાપુલની કામગીરી ઝડપથી થાય તો સમસ્યા વહેલી હલ થશે
જામનગર રોડ પર હાલ સાંઢીયાપુલની કામગીરી ચાલી રહી છે. કારણે જામનગર-મોરબી રૂટની બસ રૈયા ચોકડી તરફથી ચલાવવામાં આવી રહી છે. માધાપર ચોકડીએ બસ પોઇન્ટ છે. તે રોંગસાઇડ પડી રહ્યો છે. જેથી ડિવાઇડર બે વખત પસાર કરવુ મુશ્કેલ છે. અને દૈનિક 200 જેટલી બસો ત્યાથી દોેડી રહી છે. જેથી ડિવાઇડર પસાર કરવામાં કિલોમીટર વધી જાય ટ્રાફિકજામ પણ થઇ રહ્યો છે. અને ભાડુ પણ વધી શકે તેમ છે. તેથી આ સમસ્યાના નિરાકરણ માટે સાંઢીયાપુરની કામગીરી વહેલી તકે પુરી કરી અને ત્યાથી વાહન વ્યવહાર શરૂ થાય તો સમસ્યા હલ થઇ શકે તેવુ એસટીના સુત્રોએ જણાવ્યુ છે.

ડિવિઝનને 10 દિવસનું અલ્ટિમેટમ
નિંભર તંત્ર વાહકોને દસ દિવસનું અલ્ટીમેટમ છે જો બસને ચક્કર લગાવીને પણ જો આ બસ સ્ટેશન શરૂૂ કરવું પડે તો ડિવાઈડર ફેરવીને પણ બસ સ્ટેશન શરૂૂ કરવું અને નહીં કરવામાં આવે તો મુસાફરો હાલ્યા બસ ઊભી રાખવામાં આવે છે તે સ્થળે પ્રાથમિક સુવિધા આપવી પડશે અને અમારી આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો ને અને આ વિસ્તારની પ્રજાને સાથે રાખીને ધરણા, ઘંટારવ, ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement