ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીમાં રેલવે દ્વારા ડેમુ ટ્રેન સતત બંધ રાખતા મુસાફરોમાં રોષ

01:30 PM Sep 10, 2025 IST | Bhumika
Advertisement

મોરબી શહેર અને જિલ્લા ની પ્રજા ને કેન્દ્ર સરકાર દ્વારા વરસોથી અન્યાય કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી મોરબીની પ્રજા લાંબા અંતર ની ટ્રેન ની માગણી કરે છે પણ આ બાબત કેન્દ્ સરકાર કોઈ માંગણી સ્વીકારતી નથી અને મોરબીની પ્રજાને અન્યાય કરી રહેલ છે તેમાં મોરબીથી વાંકાનેર વચે ચાલતી ડેમુ ટ્રેન અવાર નવાર મેન્ટેનશ ન બહાના બતાવી વારવાર બંધ કરી રહેલ છે અને પ્રજા ને હાડમારી ભોગવી પડે છે હાલ રેલવે દ્રારા ઈલેક્ટિક લાઇન ચાલુ થઈ ગયેલ છે તો ડીઝલ એન્જિન ને બદલે ઇલેક્ટ્રિક એન્જિનથી ડેમુ ટ્રેન દોડાવી જોઈએ.

Advertisement

આ ડેમુ ટ્રેન મારફત લોકો લાંબા રૂૂટ ની ટ્રેન તેમજ નોકરિયાત લોકો અપ ડાઉન કરી રહ્યો છે જેના કારણે ડેમો ટ્રેનને મુસાફરો પણ મળી રહે છે તેમ છતાં રેલ્વે અધિકારીઓના મનસ્વી નિર્ણયોથી અવારનવાર ટ્રેન ને બંધ કરી દેવામાં આવે છે મોરબીની પ્રજા પૂછવા માંગે છે કે શા માટે આવો મોરબીની પ્રજા માટે કરવામાં આવે છે હવે પછી ડેમો ટ્રેન બંધ કરવામાં આવશે તો પ્રજાને સાથે રાખી રેલ રોકો આંદોલન કરી રેલવેના અધિકારીઓની સાન ઠેકાણે લાવવામાં આવશે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માલધારી સેલના પૂર્વ પ્રમુખ ને રબારીની અખબારી યાદી જણાવે છે.

Tags :
DEMU trainsgujaratgujarat newsmorbimorbi newstrain
Advertisement
Next Article
Advertisement