રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પરિમલ નથવાણીએ નરેન્દ્ર મોદીને તેમનું પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ અર્પણ કર્યુ

11:53 AM Aug 01, 2024 IST | admin
Advertisement

આ પુસ્તકમાં વડાપ્રધાનનો સંદેશો સામેલ છે

Advertisement

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આજે પોતાના નવા પુસ્તક નકોલ ઓફ ધ ગીરથની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી નિવાસ ખાતે એક નાનકડા પારિવારિક મિલન કાર્યક્રમમાં ભેટ કરી છે. વડાપ્રધાને આ પુસ્તકને ગરિમાપૂર્વક સ્વીકારવાની સાથે-સાથે નથવાણીના પરિવાર સાથે આનંદની પળો વિતાવી હતી.

આ પ્રસંગે, નથવાણીએ તેમનું આ પુસ્તક વડાપ્રધાનને પ્રોજેક્ટ લાયન અને અમૃતકાળની પરિકલ્પનાથના આર્ષદૃષ્ટા તરીકે સમર્પિત કર્યું છે. આ પુસ્તકમાં વડાપ્રધાનનો સંદેશ પણ સામેલ છે.

પુસ્તક અર્પણ કર્યા બાદ, નથવાણી સાથેના અનૌપચારિક સંવાદમાં, વડાપ્રધાનએ ગીરના પ્રવાસન અંગે પૃચ્છા કરી હતી અને ગીરમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂૂરીયાત પર ભાર મૂક્યો હતો. ગીર અભયારણ્યની આસપાસ વનીકરણને સઘન બનાવવાની તાતી જરૂૂરીયાત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાનએ આ સુંદર કોફી ટેબલ બૂક બહાર પાડવા અંગેની નથવાણીની પ્રતિબધ્ધતાને બિરદાવતા વડાપ્રધાનએ જણાવ્યં હતું કે તેમણે વ્યાવસાયિક અને જાહેરજીવનની જવાબદારીઓને સંતુલિત કરીને નકોલ ઓફ ધ ગીરથ (ગીરના સાદ)નો પ્રત્યુત્તર આપ્યો છે.

કોલ ઓફ ધ ગીરએ નથવાણીની વધુ એક કોફી-ટેબલ બુક છે. ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય પ્રકાશક ક્વિગનોગ દ્વારા તેનું પ્રકાશન કરાયું છે. અગાઉ 2017માં, નથવાણીએ પુસ્તક નગીર લાયન્સ: પ્રાઈડ ઓફ ગુજરાતથ લખ્યું હતું, જેનું પ્રકાશન ટાઈમ્સ ગ્રુપ બુક્સ (ટીજીબી) દ્વારા કરાયું હતું. રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણી આ પુસ્તકના આદરપૂર્વક સ્વીકાર બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, મારા માટે એ અત્યંત ગર્વની વાત છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ પુસ્તકને ધીરજપૂર્વક નિહાળ્યું છે. અગાઉ નરેન્દ્ર મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અને હાલ તેઓ ભારતના વડાપ્રધાન છે ત્યારે પણ તેમણે ગીર, ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંવર્ધન અને રક્ષણ માટે ઘણું કામ કર્યું છે.

Tags :
call of the girgujaratgujarat newsindiaindia news
Advertisement
Next Article
Advertisement