રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પરેશ-ભાષ્કર અપહરણ કેસ: ત્રણ આરોપીને નહિ ઓળખી શકનાર પીઆઇ અને પીએસઆઈ પણ હોસ્ટાઇલ

04:17 PM Jul 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનાર હાઇ પ્રોફાઈલ કેસમાં રૂૂ.20 કરોડની ખંડણી વસુલવાના મામલે ભાષ્કર-પરેશ અપહરણના કેસની 24 વર્ષ બાદ કેસ કોર્ટમાં સુનાવણી પર આવતા પ્રથમ દિવસે ફરિયાદી અને સાહેદ હોસ્ટાઈલ થયા બાદ બીજા દિવસ પંચો હોસ્ટાઇલ થયા હતા. જે સમયના રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ના તત્કાલીન પી.આઈ અને પીએસઆઇએ પણ ત્રણ આરોપીને ઓળખી બતાવવામાં અસમર્થન આપ્યું છે જ્યારે પરેશ ભાસ્કર કેસ આગામી 22મી જુલાઈએ વધુ સુનાવણી માટે હાથ પર લેવામાં આવશે
આ કેસની હકીકત મુજબ રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર ગત તા.12/11/2000 ના રોજ મોડી રાત્રે નામાંકિત વેપારી પરિવારના ભાસ્કર અને પરેશ નામના બંને યુવકોની રૂૂ.20 કરોડની ખંડણી વસૂલવાના મામલે અપરણની ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે ભરૂૂચ ગ્રામ્ય વિસ્તારના વાલીયા પાસે રાજશી હાથિયા મેરનું એન્કાઉન્ટર કરી પરેશ લીલાધર શાહને હેમખેમ બચાવી લીધોે હતો. જ્યારે ભાષ્કર પ્રભુદાસ પરેખને ફઝલ ઉલ રહેમાનની ગેંગે મુક્ત કર્યો હતો. જ્યારે સરધાર નજીક રાજન ઉર્ફે આસિફ રજખખાનનું એન્કાઉન્ટર કર્યું હતું.

બાદ પરેશ લીલાધર શાહ દ્વારા તા.26/11/2000 માં આંતરરાષ્ટ્રીય ગેંગના સભ્યો સહિત 47 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસ ચાલવા ઉપર આવતા જેમાં 11 લોકોના મૃત્યુ નીપજ્યા છે. બે શખ્સના એન્કાઉન્ટર થયા છે. જેમાં બાકીના આરોપીઓને જુબાની માટે ટેલીફોનિક સમન્સની બજવણી કરવામાં આવી આવી હતી. અને પુરાવો નોંધ્યા બાદ ન્યાયાધીશ ડી.એસ.સિંઘની અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ચકચારી પરેશ-ભાષ્કર અપહરણ કેસમાં પ્રથમ દિવસે જ અપહત ફરિયાદી અને સાહેદ હોસ્ટાઈલ થયા હતા. જ્યારે બીજા દિવસે ઓળખ પરેડ માટે તત્કાલિન મામલતદાર જી.કે. માલવી, માલવીયાનગરના પીએસઓ બી.ટી. પટેલ, મનીષ રસિકભાઈ બવારીયા અને રજનીકાંત ચુનીલાલ લોઢિયાને સાહેદી સમન્સ પાઠવવામાં આવ્યા હતા. જેમાં મામલતદાર અને પીએસઓ ગેર હાજર રહ્યા હતા. જ્યારે મનીષ તવાડિયા અને રજનીકાંત લોઢિયા હાજર થતા બંનેની જુબાની લેવામાં આવતા બંને પંચો પણ હોસ્ટાઇલ થયા હતા. ત્યારબાદ ભરૂૂચના વાલીયા પાસે હાથીયા મેરનું એન્કાઉન્ટર કરી પરેશને મુક્ત કરાવનાર પોલીસ ટીમમાં સામેલ તે સમયના રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ સી.એચ. બરંડા અને પી.એસ.આઇ બકુલ જાનીને પણ સાત આરોપીઓની ઓળખ પરેડ માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું જેમાં ચાર આરોપીઓનું મૃત્યુ થતાં કોર્ટમાં હાજર રહેલા ત્રણ આરોપીને ઓળખી બતાવવાના હતા પરંતુ પી.આઈ બરંડા અને પીએસઆઇ જાનીએ પણ હાજર રહેલા ત્રણેય આરોપીઓને ઓળખી બતાવવામાં અસમર્થન આપ્યું હતું જેને પગલે સરકારી વકીલ દ્વારા ત્રણ આરોપીને ઓળખી બતાવવામાં અસમર્થન આપનાર પી.આઈ અને પીએસઆઇને હોસ્ટાઇલ જાહેર કરવાની માંગણી કરી હતી જે કોર્ટે સ્વીકારી હતી.

પરેશ ભાસ્કર અપહરણ કેસમાં સરકારી વકીલ દ્વારા બાકીના સાહેબોની જુબાની માટે સમય માંગતા કોર્ટ દ્વારા સરકારી વકીલની માંગણી પૂરી કરવામાં આવી હતી અને આગામી 22 જુલાઈના રોજ પરેશ ભાસ્કર અપરણ કેસની સુનાવણી શરૂૂ થશેઆ કામમાં સરકાર પક્ષે એસ.કે. વોરા પક્ષે વકીલ લલિતસિંહ શાહી, પી.એમ. શાહ, સુરેશ ફળદુ, કમલેશ શાહ, રોહિત ધીયા, પી.એમ. જાડેજા, કિરીટ નકુમ, હિમાંશુ પારેખ અને હર્ષ ધીયા રોકાયેલા છે.

Tags :
gujaratgujarat newsParesh-Bhaskar abduction case
Advertisement
Next Article
Advertisement