ગોંડલની ધોળક્યિા સ્કૂલની હોસ્ટેલમાં મૃત્યુ પામેલા કિશોરના વાલીઓએ ર્ક્યા બેદરકારીના આક્ષેપો
માળિયાહાટીનાના વિપ્ર કિશોરના મૃત્યુ અંગે ભેદભરમ: બ્રહ્મસમાજમાં રોષ
ગોંડલની ધોળકીયા સ્કુલમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા માળીયા હાટીનાના શ્યામ લલીતભાઈ પાઠક ઉ.17નું ઝાડા ઉલ્ટીને કારણે તા.18નાં મૃત્યુ થયુ હતુ. આ ઘટનામાં મૃતક બાળકનાં પરીવાર તથા બ્રહ્મ સમાજ દ્વારા બેદરકારી દાખવવા અંગે ધોળકીયા સ્કુલનાં સંચાલકો સામે આક્રોશ જતાવી શ્યામ બિમાર હોવા છતા સમયોચિત સારવાર અપાઇ ન હોવાનો આક્ષેપ કર્યો હતો.
ધોળકીયા સ્કુલનાં વિદ્યાર્થીનું મોત નિપજ્યુ હોવા છતા સ્કુલનાં ટ્રસ્ટીઓ પરીવાર પ્રત્યે આજ સુધી કોઈ સહાનભુતી દાખવીના હોય રોષ ફેલાયો છે. દરમિયાન ગોંડલ બ્રહ્મ સમાજનાં પ્રમુખ જીતુભાઇ આચાર્ય, કલ્પેશભાઈ વ્યાસ, પારસભાઇ જોશી, જીતુભાઇ પંડ્યા, બ્રીજેશભાઇ ઉપાધ્યાય, નિખિલભાઇ જોશી સહીત માળીયા હાટીના પંહોચી શ્યામનાં પરીવારને સાંત્વના પાઠવી હતી.જીતુભાઇ આચાર્ય એ જણાવ્યુ કે શ્યામ સ્કુલની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો.છેલ્લા ત્રણ દિવસથીએ બિમાર હતો.તેમ છતા સ્કુલ દ્વારા તેને યોગ્ય તબીબી સારવાર અપાઇ ના હતી.આખરે તા.18નાં તબીબ વધુ લથડતા ગોંડલમાં એક ક્લિનિકમાં પ્રાથમીક સારવાર અપાઇ હતી.ખરેખર તો કોઈ મોટી હોસ્પિટલમાં શ્યામને સારવાર આપવાની જરુર હતી.
આખરે બપોરે શ્યામનું મૃત્યુ નિપજ્યુ હતુ.ધોળકીયા સ્કુલનાં ટ્રસ્ટીઓ એ માનવતા નેવે મુકી હોય તેમ હોસ્પિટલે પણ નહોતા ગયા અને આજે પાંચ દિવસ થવા છતા પરીવારની સંભાળ માટે કોઈ આવ્યુ નથી.જો ટ્રસ્ટીઓ પોતાની ફરજ ચુકશે તો બ્રહ્મ સમાજ દ્વારા આંદોલન કરાશે.સૌરાષ્ટ્રભરમાં આંદોલન પંહોચશે. શ્યામનાં માતા જ્યોતિબેન પાઠકે રડતી આંખે પરીવારનો વલોપાત વ્યક્ત કરી શ્યામને ન્યાય અપાવવા લડત આપશે તેવું જણાવ્યુ હતુ.
આ વેળા માળીયા હાટીના બ્રહ્મ સમાજ નાં રજનીકાંતભાઇ ભટ્ટ, રઘુભાઇ દવે,હિતેશભાઈ ઉપાધ્યાય, હકુભાઇ જોશી સહીત અન્ય સમાજ નાં આગેવાનો ઉપસ્થિત રહી ન્યાય માટે બ્રમ્હની લડત ને ટેકો જાહેર કર્યો હતો.ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ જુનાગઢ જીલ્લા પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી એ પણ આંદોલન ને ટેકો જાહેર કર્યો હતો.