પારડીના યુવાને કામ ધંધો નહીં મળતા કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરની ભાગોળે આવેલા પાલડી ગામે વેલનાથ સોસાયટીમાં રહેતા યુવાને કામ ધંધો નહીં મળતા ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પારડી ગામે આવેલી વેલનાથ સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જયેશ ગોવિંદભાઈ મહિડા નામનો 22 વર્ષનો યુવાન બપોરના અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જયેશ મહિડા બે બહેનનો એકનો એક નાનો ભાઈ અને અપરિણીત છે જયેશ મહિડાને કામ ધંધો નહીં મળતા ફીનાઇલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કોઠારીયા રોડ ઉપર આવેલા આનંદનગરમાં રહેતી ઉમાબેન ચેતનભાઇ પાટડિયા નામની 25 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે રાત્રીના બારેક વાગ્યાના અરસામા ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.