For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરણ-12 સાયન્સમાં પ્રાયોગિક વિષયોમાં પ્રશ્નપત્ર માળખું જાહેર

11:18 AM Dec 16, 2023 IST | Sejal barot
ધોરણ 12 સાયન્સમાં પ્રાયોગિક વિષયોમાં પ્રશ્નપત્ર માળખું જાહેર

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સમાં ત્રણ વિષયોની પ્રાયોગિક પરીક્ષા માટેના પ્રશ્નપત્ર પરિરૂૂપ જાહેર કરવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા તજજ્ઞો પાસે પ્રશ્નપત્ર પરિરૂૂપ તૈયાર કરવામાં આવ્યા બાદ સ્કૂલોને મોકલી આપ્યા છે. જેથી ધોરણ-12 સાયન્સની આગામી પરીક્ષામાં આ પરિરૂૂપના આધારે પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓને અત્યારથી જ પરિરૂૂપ મળી જતાં તેમને પરીક્ષા માટેની પુરતી તૈયારી કરવાનો સમય મળી રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સની પરીક્ષા માટેના પ્રશ્નપત્ર પરિરૂૂપ, ગુણભાર અને નમુનાના પ્રશ્નપત્રો તૈયાર કરીને તમામ સ્કૂલોને મોકલી આપ્યા હતા.
જોકે, હવે બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સમાં પ્રાયોગિક પરીક્ષા માટેના વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ તજજ્ઞો પાસે તૈયાર કરાવ્યા છે. જેથી બોર્ડે આ પ્રાયોગિક વિષયના પ્રશ્નપત્ર પરિરૂૂપ પણ સ્કૂલોને મોકલી આપ્યા હોવાનું જાણવા મળે છે. જેથી આગામી ફેબ્રુઆરી માસમાં ધોરણ-12 સાયન્સની પ્રાયોગીક પરીક્ષા આ પરિરૂૂપના આધારે લેવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર પરિરૂૂપ તજજ્ઞો પાસે તૈયાર કરાવ્યા છે. આ પ્રાયોગિક વિષયોના પ્રશ્નપત્ર પરિરૂૂપ સ્કૂલોને મોકલી લેવાયા છે અને તેનો અમલ કરવા માટે પણ સુચના આપવામાં આવી છે. પ્રાયોગીક પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂૂપ પર નજર કરીએ તો, રસાયણ વિજ્ઞાનમાં પાર્ટ-એ પુસ્તક સિવાયનો રહેશે અને તેમાં એક પ્રશ્ન 17 ગુણનો પુછાશે. જ્યારે પાર્ટ-બી પુસ્તક સાથે હશે. જેમાં કુલ 4 પ્રશ્નો પુછવામાં આવશે. જેમાં એક પ્રશ્ન 17 ગુણનો, બે પ્રશ્નો 6-6 ગુણના અને એક પ્રશ્ન 4 ગુણનો હશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement