ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

GTUના કુલપતિ વિદેશ જતાં પંકજરાય પટેલને ચાર્જ સોંપાયો

04:41 PM May 22, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ વિદેશ જતાં તેમના સ્થાને ડાયરેક્ટર તરીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ડાયરેક્ટર પંકજરાય પટેલને કુલપતિનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. કુલપતિ પરત ન આવે ત્યાંસુધી તેઓ કુલપતિના ચાર્જમાં રહેશે. યુનિવર્સિટીના કુલપતિ ડો.રાજુલ ગજ્જર દેશની બહાર એટલે કે વિદેશ જઇ રહ્યા છે. નિયમ પ્રમાણે સાત દિવસ કરતાં વધારે સમય માટે કુલપતિ દેશની બહાર જાય તો તેમના સ્થાને અન્ય કોઇને કુલપતિનો ચાર્જ આપવાનો હોય છે.

Advertisement

સૂત્રો કહે છે કે, તેઓ હાલ વિદેશ પ્રવાસે હોવાથી તેમના સ્થાને સ્કૂલ ઓફ મેનેજમેન્ટના ડાયરેકટર પંકજરાય પટેલને ચાર્જ આપવામાં આવ્યો છે. ભૂતકાળમાં પણ કુલપતિનો ચાર્જ ભોગવી ચુક્યા છે. હાલમાં યુનિવર્સિટીમાં બે ડાયરેક્ટર હોવાથી અગાઉ કુલપતિના ચાર્જમાં રહેલા અનુભવી ડાયરેક્ટરને જ ફરીવાર ચાર્જ સોંપવામાં આવ્યો છે.

મહત્વની વાત એ કે, ભૂતકાળમાં પંકજરાય પટેલ ઇન્ચાર્જ કુલપતિ તરીકે હતા ત્યારે જ યુનિવર્સિટીમાં નેકનું ઇન્સ્પેક્શન આવ્યું હતુ. આ ઇન્સ્પેક્શન બાદ યુનિવર્સિટીને એ પ્લસ ગ્રેડ મળ્યો હતો.
જોકે, જે તે સમયે નેકના સભ્યોને ગીફ્ટ આપવાનો વિવાદ પણ બહાર આવ્યો હતો. આમ, હવે કુલપતિ પરત ન આવે ત્યાંસુધી યુનિવર્સિટીમાં રોજિંદા કામકાજની જવાબદારી ઇન્ચાર્જ કુલપતિ પંકજરાય પટેલ સંભાળશે.

Tags :
GTUgujaratgujarat newsPankajrai Patel
Advertisement
Next Article
Advertisement