રાજ્યના નવા ચીફ સેક્રેટરી ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક, જાન્યુઆરીના અંતમાં CS રાજ કુમારની લેશે જગ્યા
02:10 PM Jan 24, 2025 IST | Bhumika
Advertisement
ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી છે. પંકજ જોષી હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત છે. તેઓ ચીફ સેક્રેટરી પદનો ચાર્જ 31મી જાન્યુઆરીએ સંભાળશે. જયારે રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, IAS જેઓ ભારતીય વહીવટી સેવામાંથી 31મી જાન્યુઆરી એ નિવૃત્ત થઈ રહ્યા છે.પંકજ જોશી અગાઉ મ્યુનિસિપલ કમિશનર, સેક્રેટરી, પ્રિન્સીપાલ સેક્રેટરી સહિતની પોસ્ટ પર રહી ચૂક્યા છે.
Advertisement
પંકજ જોશી મૂળ ઉત્તરાખંડ રાજ્યના છે જેઓ એ ભારતીય સનદી સેવા IAS ની 1989 બેચમાં ગુજરાત કેડરમાં જોડાયા હતા. પંકજ જોશી હાલમાં સી.એમ.ઓ.માં કાર્યરત છે. અગાઉ પણ તેઓ સી.એમ.ઓ.માં એ.સી.એસ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એ.સી.એસ રહી ચૂક્યા છે.
Advertisement