રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તાલાલા પંથકમાં વહેલી સવારે ભૂકંપના 3 આંચકાથી ગભરાટ

03:55 PM Feb 24, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

તાલાલાથી 12 કિ.મી. દૂર કેન્દ્રબિંદુ નોંધાયું

Advertisement

ગીર સોમનાથ ના તાલાલા પંથકમાં વહેલી સવારે ગીરની ધરા ધ્રુજી ઉઠી છે. ગીર સોમનાથના તાલાલા પંથકમાં એક બાદ એક એક ત્રણ ભૂકંપના આંચકા આવતા ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. હાલ કોઈ જાનહાનિની માહિતી પ્રાપ્ત થઈ નથી. ગીર સોમનાથના તાલાલા પંથકમાં એક બાદ એક ભૂકંપના ત્રણ આંચકાથી ધરતી ધણધણી ઉઠી છે.વહેલી સવારે 7:13 મિનિટે 2.1ની ભૂકંપની તીવ્રતાનો પહેલો આંચકો આવ્યો હતો.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 11 કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ પર નોંધાયું હતું. સવારે 7:15 મિનિટે 1.9ની ભૂકંપની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. બીજા આંચકાનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 12 કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ હતું. જ્યારે સવારે 7:17 મિનિટે 2.3ની ભૂકંપની તીવ્રતાનો ત્રીજો આંચકો અનુભવાયો હતો. ત્રીજા આંચકાનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 12 કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ નોંધાયું છે. ધરા ધણધણી ઉઠતા પંથકના લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. એક બાદ એક ત્રણ આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

Tags :
Gir Somnathgujaratgujarat newsTalalatalala news
Advertisement
Advertisement