For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જમીન માપણી સર્વેયરોનું પેનડાઉન આંદોલન

04:22 PM Jul 22, 2024 IST | Bhumika
જમીન માપણી સર્વેયરોનું પેનડાઉન આંદોલન
Advertisement

જમીન માપણીમાં રિ-સર્વેની કામગીરી શરૂ થાય તે પહેલા ખાલી જગ્યા ભરવા અને અન્ય જિલ્લામાં ફરજ બજાવતા કર્મચારીઓને મુળ કામગીરીના ફરજ સ્થળે પરત મુકવા સહિતના પ્રશ્ર્ને સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ નહીં લાવતા રી-સરવેની કામગીરી કરતા કર્મચારીઓ દ્વારા આજથી પેનડાઉન હડતાલ કરતા રાજ્યભરમાં સર્વેની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. અને તેના કારણે અરજદારોને પણ હાલાકી પડી રહી છે. તા. 31 મી સુધીમાં પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં આવે તો તા.1 ઓગસ્ટથી બે મુદતી હડતાલપાડવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

સરકારમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, રી-સરવે કામગીરી સારૂ જે તે જિલ્લાના જ કર્મચારીઓને કામગીરી સોંપવા બાબત તથા વર્ગ-3 સરવેયર સવર્ગની મંજુર થયેલ 816 તમામ ખાલી જગ્યાઓની તત્કાલીક ભરતી કરીને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી સર્વેયરોને અન્ય જિલ્લામાં રી-સરવે કામગીરી ન સોંપવા તથા અન્ય જિલ્લામાં કામગીરી માટે મુકવામાં આવેલ સરવેયરોને પરત લાવવા સરકારના ઉચ્ચતર પગાર ધોરણ યોજનાના પરીપત્ર મુજબ પાંચેય વિભાગમાં 10, 20, 30 વર્ષનું પ્રથમ બીજુ તથા ત્રીજુ ઉચ્ચતર પગાર ધોરણ તત્કાલીક મંજુર કરવાની કાર્યવાહી કરી હુકમો કરવા.

Advertisement

ઉપરાંત મેન્ટેનન્સ સરવેયરની 6000 મિલ્કત કાર્ડ મુજબ કામગીરી ફાળવાની થાય છે. હાલમાં શહેરીવિસ્તારમાં ટીપી સ્કીમનું સીટી સરવેનું રેકર્ડ પ્રમોલગેશન થવાથી તથા ગ્રામ્ય વિસ્તારોમાં બીનખેતી થયેલ સરવે નંબરોનું પ્રોપર્ટી કાર્ડ બનાવવાથી તથા સ્વામિત્વ યોજના મુજબ ગામોનું સીટી સરવે રેકર્ડ પ્રમોલગેશન થવાથી દરેક મેન્ટેનન્સ સરવેયરો પાસે ચારગણા મિલ્કત કાર્ડની કામગીરી કરવાની થાય છે તેથી 6000ના મિલ્કત કાર્ડ મુજબ ગણતરી કરી મેન્ટેનન્સ સરવેયર સંવર્ગની નવી જગ્યાઓ મંજુર કરાવી જગ્યાઓ તાત્કાલીક ભરવા તથા બીનખેતી જમીન મહેસુલ જે તે ગામના તલાટીઓ પાસેથી વસુલાત કામગીરી કરવા માટે પરિપત્ર કરવા પટાવાળા સંવર્ગની મંજુર થયેલ ખાલી જગ્યાઓ ઉપર આઉટ સોર્સીંગથી કર્મચારીઓની ભરતી કરી દરેક મેન્ટેનન્સ સરવેયર-સરવેયરને વર્ગ-4 કર્મચારીની ફાળવણી કરવા માંગ કરાઈ છે.

વધુમાં તા. 26-12-2018ના રોજ વર્ગ-3 કર્મચારી મંડળ સાથે થયેલ સમાધાન મુજબ રી-સરવેની કામગીરી સ્કેલ મુજબ લેવા સિનિયર સરવેયરના કર્મચારીઓ પાસે ડી.ઈ.લે.રે. કચેરીમાં માપણી કામગીરી કરવાની થાય છે. તેથી તેઓને કાયમી મુસાફરી ભથ્થુ આપવા, સરવેયર સંવર્ગનું કાયમી મુસાફરી ભથ્થામાં વધારો કરવા અંગેના પરીપક્ષ કરવા, જમીન દફતરે (રેકર્ડ) નિમ્ન લાયકાત પરીક્ષાના નિયમો 2010ના નિયમોમાં સુધારો કરી પરીક્ષાના છેલ્લા પેપરની તારીખથી પરીક્ષા પાસ ગણવા મુજબ સુધારો કરી પરીક્ષાના છેલ્લા પેપરની તારીખથી પરીક્ષા પાસ ગણવા મુજબ સુધારો કરવા જમીન દફતર પેટા સેવા ખાતાકીય પરીક્ષાના નિયમ 2010ના નિયમ 4 (2)માં સુધારો કરી પરીક્ષાના છેલ્લા પેપરની તારીખથી પરીક્ષા પાસ ગણવા અને જમીન દફતર ખાતાની સેમી ડાયરેક્ટર વર્ગ-2 સંવર્ગની 75 ખાલી જગ્યાઓ ભરવા માટે સેમી ડાયરેક્ટર પરીક્ષા નિયમો બનાવી પરીક્ષાનું આયોજન કરી ખાલી જગ્યાો ભરવા સહિતના પ્રશ્ર્નોના નિરાકરણની માંગ કરવામાં આવી છે.

ઉપરોક્ત પ્રશ્ર્નોના નિરાકરણ માટે અગાઉ સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ નિરાકરણ નહીં આવતા સરકારને તા. 31 જૂલાઈ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. અન્યથા તા.1 ઓગસ્ટથી બેમુદત હડતાલ કરશે તેવી ચિમકી ગુજરાત રાજ્ય બેન્ડ રેકર્ડઝ વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા ઉચ્ચારાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement