રોગચાળો બેફામ: મનપાએ 244 વ્યક્તિના બ્લડ સેમ્પલ લીધા
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસ રોકવા આરોગ્ય વિભાગનું ડોર ટુ ડોર ચેકિંગ, 340 આસામીઓને નોટિસ
મનપા દ્વારા રોગ અટકાયતી પગલાના ભાગ રૂપે ડોર ટુ ડોર ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન મચ્છર જન્ય અને પાણી જન્ય રોગ ચાળાના લક્ષણો હોય તેવી 244 વ્યકિતના લોહીના નમૂના લઇ પરીક્ષણ અર્થે લેબમા મોકલી આપ્યા હતા. તેમજ ચેકિંગ દરમિયાન મચ્છરોના લારવા જોવા મળેલ તેવા સ્થળના 340 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાની ઋતુને ઘ્યાને લઇને વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણને અનુલક્ષીને જાહેર આરોગ્યના હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.04/08/2025 થી વન-ડે-વન-વોર્ડ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં.1 થી વાહક નિયંત્રણની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. તા.22/08/2025 થી તા.26/08/2025 દરમ્યાન વોર્ડ નં. 12, 14 અને 16 માં કામગીરી કરવામાં આવેલ હતી.
આરોગ્ય વિભાગ દ્વારા વોર્ડમાં ઘરોની મુલાકાત લઇ ઘરમાં તથા તેની આસપાસ રહેલ પીવાના તથા વ5રાશના પાણીના પાત્રો, ટાંકા, ટાંકી, છોડના કુંડા, 5ક્ષીકુંજ વગેરે જેવી જગ્યા તપાસીને દવા નાખવાની કામગીરી કરવામાં આવે છે તથા આવી જગ્યાઓ 5ર પાણી સંગ્રહિત ન રહે તેવી સુચના તથા આરોગ્યશિક્ષણ અપીલ આ5વામાં આવે છે. રહેણાંકની સાથે વોર્ડમાં આવતી શાળાઓ, હોસ્પિટલ, બાંઘકામ સાઇટ, સેલર, હોટલ જેવા કોમર્શીયલ અને જાહેર સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ અને આરોગ્ય શિક્ષણની કામગીરી કરવામાં આવે છે.
જેમાં વોર્ડ નં.12 માં 20,905 ઘરની મુલાકાત લઇ 81383 પાત્રો ચકાસવામાં આવેલ છે. જેમાંથી 702 ઘરમાં પોરા જોવા મળતા તેનો નાશ કરવામાં આવેલ છે. તથા 262 ઘરમાં ઇન્ડોર ફોગીંગની કામગીરી કરવામાં આવેલ છે. 252 બિનરહેણાંક એકમોની તપાસ કરવામાં આવેલ છે તથા મચ્છર ઉત્પતિ સબબ 106 આસામીઓને નોટીસ આ5વામાં આવેલ છે. 80 વ્યકિતઓના લોહીના નમુના લેવામાં આવેલ છે.
વોર્ડ નં. 14 માં 13402 ઘરની મુલાકાત લઇ 57363 પાત્રો ચકાસવામાં આવેલ છે. જેમાંથી 521 ઘરમાં પોરા જોવા મળતા તેનો નાશ કરવામાં આવેલ છે. તથા 269 ઘરમાં ઇન્ડોર ફોગીંગની કામગીરી કરવામાં આવેલ છે. 285 બિનરહેણાંક એકમોની તપાસ કરવામાં આવેલ છે તથા મચ્છર ઉત્પતિ સબબ 152 આસામીઓને નોટીસ આપવામાં આવેલ છે. 68 વ્યકિતઓના લોહીના નમુના લેવામાં આવેલ છે.
રોગચાળાથી બચવાના ઉપાયો
વાહકજન્ય રોગોથી બચવા જનભાગીદારી એક મહત્વરનું 5રિબળ છે. મચ્છનરથી થતા રોગો અને મચ્છર ઉત્તિપ અટકાવવા પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્તુ ઢાંકીને રાખીએ તથા જે પાત્રો ઢાંકી શકાય તેમ ન હોય તેને અઠવાડીયામાં એકવાર ખાલી કરી, ઘસીને યોગ્યવ રીતે સાફ કરી સુકવ્યાા બાદ તેને ફરીથી ઉ5યોગમાં લઇએ. વરસાદ 5હેલા અગાસી / ફળીયામાં રહેલ ભંગાર દુર કરીએ. 5ક્ષીકુંજ અને 5શુને પીવાની કુંડી નિયમીત સાફ કરીએ. ખુલ્લા્ રહેતા મોટા પાણી ભરેલ પાત્રોમાં પોરાભક્ષક માછલી મુકીએ. મચ્છારના કરડવાથી બચવા માટે મચ્છકરદાની, મોસ્ક્યુટો રીપેલન્ટન, મચ્છર અગરબતીનો ઉ5યોગ કરીએ તથા તાવ આવે તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર માં લોહીની તપાસ કરાવીએ, લોહીનું નિદાન અને સારવાર દરેક આરોગ્યવ કેન્દ્રનમાં વિનામુલ્યેી ઉ5લબ્ઘા છે.