For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પંચાયતનગરની 9 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો : ત્રણ ઝડપાયા

04:35 PM Sep 02, 2024 IST | Bhumika
પંચાયતનગરની 9 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો   ત્રણ ઝડપાયા
Advertisement

ક્રાઈમ બ્રાંચ, એલસીબી ઝોન-2 અને યુનિવર્સિટી પોલીસનું રાજસ્થાનના ત્રણ સ્થળે સંયુકત ઓપરેશન

ચોરી થયેલ તમામ મુદ્દામાલ કબજે : રાજકોટ પોલીસ રાજસ્થાનથી પરત આવવા રવાના

Advertisement

શહેરના પંચાયતનગરમાં થયેલી 9 લાખની ચોરીનો ભેદ રાજકોટ પોલીસે ઉકેલી નાખ્યો છે. રાજકોટથી ચોરી કરીને રાજસ્થાન ભાગી છુટેલી ટોળકીને ક્રાઈમ બ્રાંચ, એલસીબી ઝોન-2 અને યુનિવર્સિટી પોલીસે અલગ અલગ સ્થળેથી ઝડપી લઈ તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. ચોરીમાં સંડોવાયેલ આ ત્રિપુટી રાજકોટથી ચોરી કરીને રાજસ્થાન તરફ ભાગી હોવાની ચોક્કસ બાતમીને આધારે રાજકોટ પોલીસે આ ઓપરેશન પાર પાડયું હતું.
મળતી વિગતો મુજબ શહેરના યુનિવર્સિટી રોડ પર પંચાયતનગરમાં ચોરીનો બનાવ બન્યો હતો અને નવ લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાઈ હતી. પંચાયતનગર શેરી નં.2માં રહેતા કમલેશભાઈ ખોડીદાસભાઈ મહેતા (ઉ.66)ના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં.

કમલેશભાઈ પોતાના પત્ની સાથે ગત તા.10-8નાં રોજ વલસાડના ધરમપુર તેમના ગુરૂના આશ્રમે ગયા હતાં ત્યારે પાછળથી બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અને મકાનમાંથી સોનાની હિરાજડીત બંગળી, ચેઈન, પેન્ડલ સહિત મકાનના ઓરીજનલ દસ્તાવેજ તેમજ 1100 અમેરિકન ડોલર અને બે પાસપોર્ટ સહિત રૂા.9.06 લાખની મત્તા ચોરી ગયા હતાં. આ બનાવની જાણ થતાં ક્રાઈમ બ્રાંચ, યુનિવર્સિટી પોલીસ અને એલસીબી ઝોન-2ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

પોલીસે સીસીટીવી કેમેરા તપાસ્યા હોય જેમાં ત્રણ શકમંદો કેદ થયા હતાં. જેના આધારે રાજકોટ પોલીસની અલગ અલગ ત્રણ ટીમો આ ત્રિપુટીને પકડવા કામે લાગી હતી. અને ત્રિપુટીનું પગેરૂ રાજસ્થાન તરફ હોવાનું ખુલ્યું હતું પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાની સુચનાના આધારે રાજકોટ પોલીસની ત્રણ ટીમો રાજસ્થાન જવા રવાના થઈ હતી અને રાજસ્થાનના સિરોહિ માંથી રાજકોટના અરવિંદ અને તેના બે સાગ્રીતોને ઝડપી લઈ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. રાજસ્થાનથી રાજકોટ પોલીસ આ ત્રિપુટીને લઈ પરત આવવા રવાના થઈ છે. ચોરી કરનાર અરવિંદ રાજકોટનો છે જ્યારે અન્ય બે રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement