જેતપુરના મંડલીકપુરના સરપંચ સામે DDOને ફરિયાદ કરનાર પંચાયતના સભ્યને ધમકી
જેતપુરના મંડલીકપુર ગામે પંચાયતના સભ્ય દ્વારા ગામલક્ષી માહિતી માંગ્યા બાદ આ બાબતે ડીડીઓને મહિલા સરપંચ અને તેના પતિ સામે ફરિયાદ કરી હોય અને જે મામલે ડીડીઓએ નોટીસ આપતા જેનો ખાર રાખી સરપંચના નજીકના સગા સુરત રહેતા શખ્સે પંચાયતના સભ્યને વોટ્સએપમાં ગાળો આપી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જેતપુરના મંડલીકપુર ગામે રહેતા જેતલસર હાઇસ્કુલમાં નોકરી કરતા અને લુકા પંચાયતમા સભ્ય તરીકે સેવા આપતા જીજ્ઞેશ રામજીભાઈ રાદડિયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજ યભાઇ વલ્લભભાઇ સેંજલીયાનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ ગામના મેહુલભાઇ સેંજલીયા તથા હીરેનભાઈ રાદડીયા ઓન્લી મંડલીકપુર નામના વોટ્સએપ ગ્રુપના એડમીન છે અને જેમા પોતે પણ મેમ્બર તરીકે જોઇન થયેલ હોય અને આ ગ્રુપમાં ગામના 295 જેટલા સભ્યો જોડાયેલ છે અને આ ગ્રુપમાં મંડલીકપુર ગામની ગામલક્ષી માહિતી આપવામાં આવે છે.
અને આ ઓન્લી મંડલીકપુર ગ્રુપમાં ગામના અજયભાઇ વલ્લભભાઇ સેંજલીયા પણ જોડાયેલ છે અને જીજ્ઞેશભાઈએ ગામના સરપંચ શીલ્પાબેન હરેશભાઇ સેંજલયા તથા તેમના પતિ હરેશભાઇ છગનભાઇ સેંજલીયા વિરૂૂધ્ધ ગામના કામ બાબતે ડી.ડી.ઓ.ને અરજી કરેલ હોય અને ડી.ડી .ઓ. દ્વારા ગામના સરપંચને થોડા દિવસ પહેલા કારણ દર્શક નોટીસ આપેલ હોય જેથી આ વાતનો ખાર રાખી હાલ સુરત રહેતા અજયભાઈ વલ્લભભાઇ સેંજલીયાએ અવાર નવાર વોટ્સએપ ગ્રુપમાં જીજ્ઞેશભાઈને સંબોધીને ગાળો લખી તેમજ અવાર નવાર ફોન કરી ગાળો તથા જાનથી મારી ના ખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂૂ કરી છે.
