રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં પંચાયતી કર્મચારીઓએ બાંયો ચડાવી

11:23 AM Aug 14, 2024 IST | admin
Advertisement

પગાર વિસંગતતા સહિતના મુદ્દે 10 સંગઠનો દ્વારા લડતની જાહેરાત

Advertisement

રાજ્યના પંચાયત વિભાગના કુલ એક લાખ જેટલા કર્મચારીઓ લાંબા સમયથી રાજ્ય સરકારમાં તેમની પડતર માગણીઓને લઇને લડી લેવાના મૂડમાં છે. રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘ દ્વારા સચિવાલયમાં મંત્રીઓ અને સચિવોને પણ વિવિધ કેડરના પ્રશ્નો ઉકેલવા માટે રજૂઆત કરી અન્યાય દૂર કરવા માટે માગણી કરવામાં આવી છે. જેમાં મુખ્ય મુદ્દો પગાર સુધારણા વખતે એક સમાન લાયકાત હોવા છતાં એક સમાન પગાર રાખવામાં આવ્યો નહીં હોવાની પણ રજૂઆત કરાઇ છે.

પંચાયત કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી તેમના પ્રશ્નો ઉકેલવા માટે રજૂઆત કરાઇ રહી છે પરંતુ ઉકેલ આવતો નથી. પંચાયત કર્મચારી મહાસંઘના પ્રમુખ પંકજ મોદી અને મહામંત્રી સુરેશ ગામીતના જણાવ્યા મુજબ સચિવાલયના અલગ અલગ વિભાગોમાં રૂૂબરૂૂ રજૂઆત કરી છે. તે મુજબ પંચાયત સેવાના કર્મચારીઓ પંચાયત ક્લાર્ક, ગ્રામ સેવક, તલાટી, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, વેબ ટેકનિશયન, ફાર્માસિસ્ટ, નાયબ ચિટનીસ સહિતની કેડરોના કર્મચારીઓને પાંચમા પગાર પંચથી પગાર સુધારણા વખતે એક સમાન લાયકાત હોવા છતાં એક સમાન પગાર અપાતો નથી. ઉલટાનું રાજ્ય સરકારના કર્મચારીઓ કરતા એક પગાર સ્લેબમાં ફેરફાર કરાતા પગારમાં ઘટાડો થયો છે. પંચાયત સેવા વર્ગ-3ના કર્મચારીઓ સાથે ભેદભાવ રાખવાની નીતિ અપનાવતા કર્મીઓમાં રોષ વ્યાપ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

સચિવાલયના અન્ય અને મહેસૂલ વિભાગના ઓફિસ આસિસ્ટન્ટ અને જુનિયર ક્લાર્કને 1900 ગ્રેડ પે આપી બીજુ ઉચ્ચતર પગાર ધોરણ 2400 કે 2800ના બદલે 4400 કરી દેવામાં આવ્યું છે, જ્યારે પંચાયત વિભાગના ક્લાર્ક, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ગ્રામ સેવક અને ફિમેલ હેલ્થ વર્કર વિગેરેને અનુક્રમે ઉચ્ચતર પગાર ધોરણ પ્રથમ-2400, બીજુ-2800 અને ત્રીજુ-4200 આપીને અન્યાય કરાયો છે. પંચાયત સેવા હસ્તકના તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, નાયબ ચીટનીસ કેડર વિગેરેને અપગ્રેડ નહીં કરી ઉપલા પગાર ધોરણના ફિક્સેશનમાં વિસંગતતા ઊભી થવા પામી હોવાનું પણ મુખ્ય ક્ધવીનર રોહિતદાન ગઢવીએ જણાવ્યું છે.

રાજ્યના 10થી વધુ સંગઠનો દ્વારા સરકારમાં વારંવાર રજૂઆત છતાં કોઇ ઉકેલ ન આવતા આગામી સમયમાં સરકાર સામે લડત આપવામાં આવશે.

Tags :
Electionelectionnewsgujaratgujarat newsPanchayat employees
Advertisement
Next Article
Advertisement