મોરબીમાં પાણીની પારાયણથી પંચાસર રોડ ચક્કાજામ કર્યો
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ 42 જેટલી સોસાયટીઓમાં પીવાનું પાણી પુરતું ન મળતું હોવાથી આજે પંચાસર રોડ પર પાણીના વાલ નજીક રોડ ઉપર મહિલાઓ અને પુરુષોનું ટોળુ ધસી આવ્યું હતું અને છેલ્લા છ-છ મહિનાથી પાણી ન આવતું હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો તેમજ શહેરીજનો દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને પાલીકાને આડે હાથ લીધા હતા જો આગામી બે દિવસમાં તુલસી પાર્ક સોસાયટી, આનંદનગર સહિત 42 સોસાયટીમાં પાણી નહી આવે તો પાલિકા કચેરી, પાણી પુરવઠા વિભાગની કચેરી તથા ધારાસભ્યના કાર્યાલય ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર આંદોલન કરવાની શહેરીજનોએ ચિમકી ઉચ્ચારી હતી.
જળ એજ જીવનના સુત્રને મોરબી પાલીકા અને ધારાસભ્યોએ ખોટું ઠેરવ્યું છે કેમ કે હાલ એક તરફ ચોમાસું પુર જોશમાં ચાલી રહ્યું છે મોરબી શહેરમાં વરસાદ પણ સારો વર્ષી રહ્યો છે પરંતુ આ મોરબીવાસીઓની કમ નશીબી કહેવાય કેમ કે ભર ચોમાસે શહેરીજનોને પીવાના પાણી માટે વલખાં મારવાં પડી રહ્ય છે ત્યારે આજે મોલબીની એક બે નહી પરંતુ પંચાસર રોડ ઉપર આવેલ તુલસી પાર્ક, આનંદનગર સહિતની 42 સોસાયટીમાં પિવાનુ પાણી ન મળતાં બસોથી થી ત્રણસો જેટલી મહિલા અને પુરુષનો ટોળુ પંચાસર રોડ પર એકત્રિત થયુ હતું અને પાણી પ્રશ્ન બાબતે લોકોએ પોતાની વેદના ઠાલવી હતી.
સ્થાનિક મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ 42 જેટલી સોસાયટીઓમાં છેલ્લા છ મહિનાથી પાણી નથી આવી રહ્યું જેના કારણે બાળકોને સ્કુલે જવામાં તથા લોકોને ધંધા રોજગારી માટે જવામાં ભારે હાલાકી પડી રહી છે. પાણી આવતુ ન હોવાથી બાળકોને નાહ્યા વગર જ સ્કૂલે મોકલવા પડે છે અને તંત્ર દ્વારા જે પાણીના ટાંકા આવા છે તે થોડુ પાણી આપી જતા રહે છે. તેમજ વધુમાં સ્થાનિકોએ રોષ ઠાલવતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને પાલીકા તથા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને આડા હાથ લેતા જણાવ્યું હતું કે જ્યારે ચુંટણીનો સમય હોય ત્યારે ધારાસભ્ય ભજીયાને ગાઠીયાના પ્રોગ્રામ કરવા રોજ આવતા જ્યારે હવે પ્રજાને તેમની ખરેખર જરૂૂર છે ત્યારે તે મીસ્ટર ઈન્ડિયાની જેમ ગાયબ થઈ ગયા છે ક્યાં છે કાંતિલાલ કે જે ચુંટણી સમય મત માગવા આવતા અને મોટી મોટી વાતો કરતા ક્યાં છે ફેંકુચંદ શું મધ્યમ વર્ગના લોકો માણસ નથી તેમને જ ખાલી પાણીની જરૂૂરિયાત છે મધ્યમ વર્ગના લોકોને નહી ત્યારે કાલ અમારો સમય આવશે અને કરજો અમારા વિસ્તારમાં પ્રવેશ તેવી ચિમકી ઉચ્ચારી હતી.
તેમજ સ્થાનિકો દ્વારા નગરપાલિકાને અનેક વખત રજૂઆતો કરવા છતાં આંધળા તંત્રને પાણીની સમસ્યાને જાણે નઝરે જ નથી પડતી આખરે ક્યાં સુધી આવી રીતે ચાલતું રહેશે અને બાદમાં મહિલાઓ દ્વારા તંત્ર હાય હાય ના નારા લગાવ્યા હતા અને આગામી બે દિવસમાં પાણીનો પ્રશ્ન હલ નહી થાય તો નગરપાલિકા કચેરી તથા ધારાસભ્યના કાર્યાલય અને પાણી પુરવઠા વિભાગની કચેરી ખાતે મહિલા અને પુરુષનો ટોળુ ધસી આવી હલ્લાબોલ કરવામાં આવશે તેમજ નવલખી રોડ ઉપર ચક્કાજામ કરવાની સોસાયટીના રહીશો દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.