ગંદકી કરવા બદલ પાન શોપ અને સ્ક્રેપના ડેલાને લાગ્યા સીલ
મનપાના પર્યાવરણ વિભાગ દ્વારા સેન્ટ્રલ ઝોનમાં કાર્યવાહી
મહાનગરપાલિકાના પર્યાવરણ વિભાગ દ્વારા સેન્ટ્રલ ઝોનમાં ગંદકી સબબ ચેકિંગ ઝૂબેશ હાથ ધરી અગાઉ નોટીસ અપાયેલ હોય છતા બેદરકારી કરી હોય તેવા એકમો શોધી કડક કાર્યવાહી હાથ ધરી આજે ખોડલ ડીલેક્સ પાન અને શક્તિ સ્ક્રેપના ડેલાને સીલ મારી બન્ને એકમોના સંચાલકોને નોટીસ ફટકારવમાં આવી હતી.
રાજકોટ શહેરમાં આંબેડકરનગર રોડ ખાતે આવેલ ખોડલ ડિલક્સ પાન અને પુનિતનગર 80 ફૂટ રોડ ખાતે આવેલ શક્તિ સ્ક્રેપ યુનિટ કુલ 2 યુનિટ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા આજરોજ સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી આજરોજ ખોડલ ડિલક્સ પાન અને શક્તિ સ્ક્રેપ યુનિટ કુલ 2 એકમના સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ 1949ની કલમ 376 એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ.