રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પાન-બીડીનો વેપારી વધુ પૈસા કમાવા ઇ-સિગારેટ વેચતો’તો: પોલીસે પકડયો

04:30 PM Aug 12, 2024 IST | admin
Advertisement

મુંબઇથી કુરિયરમાં મંગાવતો અને રાજકોટમાં બાધેલા ગ્રાહકને જ વેચતો, અડધા લાખનો મુદ્દામાલ જપ્ત

Advertisement

ગુજરાત રાજ્યનું યુવાધન આ નવા પ્રકારના જોખમી વ્યસનની લતના રવાડે ન ચઢે તે માટે રાજ્ય સરકારે મૂળ ઈઘઝઙઅ અઈઝ 2003ના કાયદામાં 2019ની સાલમાં સુધારો કરી ઇ-સિગારેટના ઉત્પાદન, આયાત, જાહેરાત અને વેચાણ, (ઓનલાઇન સહિત) વિતરણ, વ્યાપાર, આયાત ઉપર પ્રતિબંધ મુકવા સુધારા વિધેયક રજૂ કરી તેને સજાપાત્ર કોગ્નિઝેબલ ગુન્હાની વ્યાખ્યામાં સમાવેશ કરતી જોગવાઇનો સમાવેશ કર્યો હતો.

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચનાથી એસઓજીના પીઆઇ ડી.સી.સાકરીયાની રાહબરીમાં પીએસઆઈ એમ.બી.મજીરાણા,ઇન્દ્રસિંહ જાડેજા અને દિગ્વિજયસિંહ ગોહિલ અને હાર્દિકસિંહ પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ઇન્દ્રસિંહ જાડેજા અને દિગ્વિજયસિંહ ગોહિલને મળેલી બાતમીને આધારે 150 ફૂટ રીંગ રોડ પાસે અયોધ્યા ચોક નજીક ગોકુલ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 401માં રહેતા મુકેશ હીરાભાઈ ભારાણીને ઇ સિગારેટ અને વેપ સહિત રૂ.53 હજારના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

આરોપી પોતાના ઘરેથી ઇ સિગારેટ વેંચવા નીકળતા જ પોલીસે વોચ ગોઠવી ઘર નજીકથી ઝડપી લીધો હતો.તેમની પૂછપરછમાં આ સિગારેટ મુંબઈથી અમદાવાદ અને ત્યાંથી કુરિયર મારફતે રાજકોટ મંગાવતો હતો.મુકેશ પાન બીડીનો ધંધાર્થી હોય તેમણે વધુ પૈસા કમાવવા માટે બે ત્રણ મહિનાથી ઇ સિગારેટ વેંચવાનું શરૂૂ કર્યું હતું.તે પોતાના બાંધેલા ગ્રાહકોને જ આ સિગારેટ અને વેપ આપતો અને બમણો નફો કમાતો હતો.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkotpolice
Advertisement
Next Article
Advertisement