રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

1000 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાકિસ્તાની નીકળ્યા

12:09 PM Feb 28, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાતમાંથી ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહી છે. ગુજરાતના દરિયા કિનારેથી ફરી એક વખત મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ઇન્ડિયન નેવી અને કોસ્ટ ગાર્ડ તથા ગુજરાત અઝજના સંયુક્ત ઓપરેશને ભારતના ઇતિહાસનો સૌથી મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સંયુક્ત ઓપરેશન થકી અલગ-અલગ પ્રકારનો 3300 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો છે. જેમાં 3089 કિલો ચરસ, 158 કિલો મેટફિટામાઇન અને 25 કીલો મોફીનનો સમાવેશ થાય છે.

Advertisement

પોરબંદરના મધદરિયેથી 3 હજાર કિલોથી વધારેનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવેલ છે. ડ્રગ્સના જથ્થા સાથે 5 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મંગળવારે ત્રણેક જેટલી એજન્સીઓનો કાફલો મોડી સાંજે પોરંબદર ખાતે આવી પહોંચ્યો હતો. પોરબંદરના દરિયામાં દુર દુર સુધી ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં અમુક બોટ શંકાસ્પદ લાગતા તેમની તલાસી લેતા તેમાંથી 3100 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજીત 1000 કરોડ જેટલી માનવામાં આવે છે. એજન્સીઓ દ્વારા આ જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો.

પાંચેય લોકો પાકિસ્તાનના હોવાનું તેમજ બોટ પણ ઇરાની અથવા તો પાકિસ્તાની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. એનસીબી દ્વારા આજે તેની વિગતો જાહેર કરવામાં આવશે. દુશ્મન દેશમાંથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના આ મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં ગઈઇ સહિતની એજન્સીઓને મોટી સફળતા મળી છે.

સુરક્ષા એજન્સીઓની ટીમે પોરબંદર બંદરેથી જઘૠની ઓફિસ ખાતે ડ્રગ્સનો જથ્થો કેટલા કિલોમાં હોય સહિતની મોડી રાત્રી સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી. ભારતના યુવાધનને બરબાદ કરનાર કાળો કારોબાર દરિયાઈ જળ માર્ગે થઈ રહ્યો છે, દુશ્મન દેશો દ્વારા જાણે એક પ્રકારનું યુદ્ધ કરવામાં આવી રહ્યું હોય અને દેશના યુવાનોને નશાની લત લગાડવાનું કારસ્તાન આચરવામાં આવતું હોય તેમ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો વધુ એક વખત પકડાયો છે.

Tags :
crimedrugsgujaratgujarat newsPakistanis
Advertisement
Next Article
Advertisement