ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બનાસકાંઠા સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની ઠાર, ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરતા BSFની કાર્યવાહી

02:07 PM May 24, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

જાસૂસી અને ઘૂસણખોરી અટકાવવા માટે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ છે. ત્યારે બનાસકાંઠામાં BSFએ ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર એક પાકિસ્તાનીને ઠાર કર્યો છે. 23 મેના રોજ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને સતર્ક બીએસએફના જવાનોએ ઠાર કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર BSFના જવાનોને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ભારતીય બોર્ડરમાં પ્રવેશ કરી રહેલો એક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો હતો. ભારતીય જવાનોએ તેને ચેતવણી આપી હતી, પરંતુ તે સતત આગળ વધતો હતો. પરિસ્થિતિને જોતાં બીએસએફના જવાનોએ ફાયરીંગ કર્યું, જેમાં શંકાસ્પદ ઘૂસણખોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો

કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો છે. ગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા યૂટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. જે કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે કાર્યરત હતો. પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતા ઝડપાયો છે. તે પાકિસ્તાનને BSF અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વીડિયો મોકલતો હતો. ATSની ટીમ આરોપીને લઈને અમદાવાદ પહોંચી છે. આરોપીની પૂછપરછ બાદ મોટા ખુલાસા થાય તેવી સંભાવના છે.

Tags :
BanaskanthaBanaskantha borderBanaskantha newsBSFgujaratgujarat newsPakistani
Advertisement
Next Article
Advertisement