રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પોકસો-ગેંગરેપના ગુનામાં નાસતો ફરતો પાકા કામનો કેદી ઘરેથી મળી આવ્યો

05:07 PM Jul 24, 2024 IST | admin
Advertisement

કાલાવડ રોડ વામ્બે આવાસમાં ઘરે આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે પકડયો

Advertisement

રાજકોટના કાલાવડ રોડ પર એક ગોડાઉનમાં સગીરા પર પાંચેક વર્ષ પહેલા ત્રણ શખ્સો દ્વારા ગેંગરેપ કરાયો હતો. આ ગુનામાં રાજકોટ તાલુકા પોલીસના પીઆઇ વી.એસ. વણઝારા અને ટીમે ત્રણેય આરોપીને દબોચી જેલ ભેગા કર્યા હતા. આ ગુનાના ત્રણેય આરોપીને આજીવન કેદની સજા ફટકારાઇ હતી.

ગેંગરેપના ગુનામાં સામેલ સોહીલ હનીફશાહ શાહમદાર (ઉ.વ.29) (રહે.સમૃધ્ધિનગર, વામ્બે આવાસ યોજના કવાર્ટર બ્લોક નં.52, કવાર્ટર નં.16) પેરોલ મેળવી સમયાનુસા જેલમાં પરત ન ફરતા રાજકોટની પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઇ એમ.જે. હુણ, રાજદિપસિંહ ચૌહાણ, સામંતભાઇ ગઢવી, ઝહીરભાઇ બહીફ, કુલદિપસિંહ જાડેજા અને અનિલસિંહ ગોહીલ સહીતના સ્ટાફને મળેલી બાતમીને આધારે સોહીલ શાહમદારને ઝડપી લઇ જેલ ભેગો કર્યો હતો. આરોપી સોહીલ લાંબા વાળ ટુંકા કરાવી વેશ પલટો કરી રાજકોટ આવ્યો હતો. રાજકોટ ઘરે આવવાનો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી પકડી લીધો હતો.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement