For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપા દ્વારા ચિત્રો, ડિવાઇડરમાં ગેપ ફિલિંગ અને રંગકામ

05:09 PM Nov 21, 2024 IST | Bhumika
મનપા દ્વારા ચિત્રો  ડિવાઇડરમાં ગેપ ફિલિંગ અને રંગકામ
Advertisement

ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સીટી બ્યુટીફીકેશન ઝુંબેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં વિવિધ શાખા દ્વારા જુદાજુદા વિસ્તાર અને રોડ પર કામગીરી ચાલી રહી છે. જેમાં ત્રણેય ઝોનમાં વોર્ડ વાઈઝ ટીમો બનાવી રોડની સઘન સાફ-સફાઈ, ફૂટપાથ રીપેરીંગ, ડીવાઈર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા/ઝીબ્રા ક્રોસીંગ તથા રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખા દ્વારા લગત કામગીરી કરવામાં આવી રહી છે.

જેમાં અલગ અલગ થીમ આધારિત ચિત્રો દોરવામાં આવેલ તેમજ ડીવાઈડરમાં ગેપ ફીલીંગ અને રંગકામ કરવામાં આવ્યું.શહેરના ઝોન વાઈઝ મેઈન રોડ પર બાંધકામ શાખા દ્વારા ફૂટપાથ રીપેરીંગ, ડીવાઈર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા/ઝીબ્રા ક્રોસીંગ જેવી કામગીરી કરવામાં આવે છે. શહેરમાં આવેલ અન્ડરબ્રિજ/ઓવરબ્રિજની વોલ પર વિવિધ થીમ બેઇઝ પેઇન્ટિંગ કરવામાં આવે છે. બી.આર.ટી.એસ. રૂૂટ પર રેલીંગને પ્રાઈમર કલર કામ કરવામાં આવેલ છે.

Advertisement

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં સીટી બ્યુટીફીકેશન અન્વયે મેઈન રોડની સાફ-સફાઈની કામગીરી કરવામાં આવેલ છે.ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા ડીવાઈડરને કલરકામ અને થર્મોપ્લાસ્ટ વડે રસ્તા પર સાઈડમાં સફેદ પટ્ટા તેમજ ઝીબ્રા ક્રોસીંગના સફેદ પટ્ટાની કામગીરી કરવામાં આવે છે.

ગાર્ડન શાખા દ્વારા સીટી બ્યુટીફીકેશન અન્વયે ડીવાઈડરના છોડનું કટિંગ કામ, રોડ ડીવાઈડર સફાઈ કામ, પાણી આપવાનું કામ, ઝાડની નડતરરૂૂપ ડાળીઓના કટિંગ કામ વગેરે કરવામાં આવે છે.રોશની શાખા દ્વારા શહેરના મેઈન રોડ અને ગાર્ડનમાં રહેલ સ્ટ્રીટ લાઈટના પોલને કલરકામ કરવાની કામગીરી કરવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement