For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંતે તંત્ર જાગ્યું: તમામ કચેરીએ આધારકાર્ડની કામગીરી શરૂ

05:15 PM Nov 21, 2024 IST | Bhumika
અંતે તંત્ર જાગ્યું  તમામ કચેરીએ આધારકાર્ડની કામગીરી શરૂ
Advertisement

મહાનગરપાલિકાનો અરજદારોથી સદાય ધમધમતો વિભાગ એટલે આધારકાર્ડ કેન્દ્ર છે. તંત્ર દ્વારા સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ ઝોન મુખ્ય કચેરી ખાતે આધારકાર્ડ કાઢવાની કામગીરી સવારથી સાંજ સુધી ચાલુ રાખવામાં આવે છે. છતાં અરજદારોનો કાયમી ધસારો જોવા મળી રહ્યો છે. તેવામાં તાજેતરમાં ટેક્નિકલ કારણોસર આધારકાર્ડની કામગીરી કરતા જૂના તમામ ઓપરેટરોને છુટા કરી દેવાતા નવા ઓપરેટરોને કામનો અનુભવ ન હોય ફક્ત સેન્ટ્રલઝોન કચેરી ખાતે કાર્ડ કાઢવાની કામગીરી ચાલુ રખાઈ હતી. જેમાં ગઈકાલે અરજદારોએ લાઈનો લગાવતા ગુજરાત મિરર દ્વારા અરજદારોની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે અંગે અહેવાલ પ્રગટ થયેલ આથી તંત્રએ આજે સવારથી ત્રણેય ઝોનલ કચેરી ખાતે એક સાથે 12 કિટ મુકાવી આધારકાર્ડની કામગીરી શરૂ કરાવી હોવાનું જાણવા મળેલ છે.

મનપાના આધારકેન્દ્ર ખાતે દરરોજ આધારકાર્ડમાં નામ સરનામા તેમજ મોબાઈલ નંબરના સુધારા અને નવા આધારકાર્ડ સહિતના કામો માટે સેંકડોની સંખ્યામાં અરજદારો આવતા હોય છે. તંત્ર દ્વારા ત્રણેય ઝોનલ કચેરી ખાતે આધારકાર્ડ કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. પરંતુ જન્મ તારીખનો સળંગ નામવાળો દાખલો આધારકાર્ડમાં ફરજિયાત બનાવી આ બાબતની જાણકારી જન્મ-મરણ વિભાગને ન આપતા ઓપરેટરો દ્વારા સિંગલ નામના જન્મના દાખલા સાથેના અનેક આધારકાર્ડો બનાવી નાખવામાં આવ્યા હતાં.

Advertisement

જેના લીધે સેંકડોની સંખ્યામાં આધારકાર્ડ રદ થતાં એરર આવી હતી. પરિણામે તમામ ઓપરેટરોને છુટા કરવાનો આદેશ આધાર ઓથોરીટી દ્વારા આપવામાં આવેલ અને તંત્રએ જૂના ઓપરેટરોને છૂટા કરી નવા ઓપરેટરોની ભરતી પ્રક્રિયામાં સમય વેડફી નાખતા ફક્ત સેન્ટ્રલઝોન કચેરી ખાતે એક જ કીટથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું હતું જેના લીધે કામનું ભારણ વધી જતાં અને કેટલોગ મોટો થઈ જતાં દરરોજ આધારકેન્દ્ર ખાતે અરજદારોના ટોળે ટોળા એકઠા થવા લાગેલ જેમાં ગઈકાલે સેન્ટ્રલઝોન કચેરી ખાતે અરજદારોની લાઈનો કચેરીના ગેઈટની બહાર નિકળી હતી અને ભારે રોષ સાથે ઉગ્ર રજૂઆતો થયેલ જેનો અહેવાલ ગુજરાત મિરર દ્વારા પ્રગટ કરવામાં આવતા તંત્રને અરજદારોની યાતના સમજાઈ હોય તેમ સમસ્યાનો એક જાટકે ઉકેલ કરી આજે ત્રણેય ઝોનલ કચેરી ખાતે જૂના ઓપરેટરોને બોલાવી આધારકાર્ડની કામગીરી શરૂ કરાતા અરજદારોમાં રાહતનો શ્ર્વાસ વ્યાપ્યો હતો.

આધારકાર્ડની કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ હોવાના કારણે અનેક અરજદારો રેગ્યુલર આધારકાર્ડનું કામ ચાલુ થવાની રાહ જોઈ રહ્યા હતાં. જેમાં આજે એક સાથે 12 કિટ ચાલુ કરાતા આજે પણ અરજદારો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. છતાં જૂના ઓપરેટરો અને વધુ કીટથી કામગીરી ચાલુ થતાં થોડા સમયમાં તમામ અરજદારોના કામ થઈ જશે તેમ આધારકાર્ડ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement