For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દીકરી મૈત્રી કરાર કરે તો ચલાવી લેવાય નહીં, દીકરો વાંઢો મરવા દેજો: ગેનીબેન

04:08 PM Dec 08, 2025 IST | Bhumika
દીકરી મૈત્રી કરાર કરે તો ચલાવી લેવાય નહીં  દીકરો વાંઢો મરવા દેજો  ગેનીબેન

આપણે કોઇ બીજા સમાજની દીકરી લાવવી નહીં અને આપણી દીકરી કોઇ લઇ જાય તો આકાશ-પાતાળ એક કરીને પાછી લાવવી

Advertisement

ઠાકોર સમાજનું બંધારણ ઘડવા યોજાયેલી બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું તડ ને ફડ

બનાસકાંઠાના વિભાજન બાદ નવા બનેલા વાવ થરાદ જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણ માટે બેઠક મળી હતી. મોંઘવારી સામે સમાજને ખર્ચથી બચાવવા માટે બંધારણ તૈયાર કરવા આ બેઠક મળી હતી. આ બેઠકમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને ટકોર કરી હતી.

Advertisement

બનાસકાંઠાના વિભાજન બાદ નવા બનેલા વાવ થરાદ જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણ ઘડવા અને મોંઘવારી સામે સમાજને ખર્ચથી બચાવવા માટે બંધારણ તૈયાર કરવા આ બેઠક મળી હતી. આ બેઠકમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને ટકોર કરી હતી કે મૈત્રી કરારના નિયમો સમાજને બરબાદ કરે છે. દીકરીઓ મૈત્રી કરારથી લગ્ન કરે છે તે ચલાવી લેવાનું નથી. તમારો દીકરો વાંઢો મરે તો મરવા દેજો.

ઠાકોર સમાજની બેઠકમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને ટોકર કરી હતી કે, લગ્નમાં વરરાજાએ દાઢી ન રાખવી. દીકરીઓ મૈત્રી કરારથી લગ્ન કરે તે ચલાવી લેવાનું નહીં.મૈત્રી કરાર કરી લગ્ન કરે તો ઘરે ન આવવા દેતા.તમારો દીકરો વાંઢો મરે તો મરવા દેજો.મૈત્રીકરારના નિયમો સમાજને બરબાદ કરે છે. ગેનીબેને વધુમાં કહ્યું હતું કે, માતાજીના ભુવાઓ પોતાના સ્વાર્થ માટે અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે. સોશિયલ મીડિયાથી યુવક-યુવતીઓ દૂર રહેજો. બીજાની આબરૂૂ ના જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. સાથે આપણી પણ આબરૂૂ ના જાય તેનું ધ્યાન રાખજો.

આપણે કોઈ બીજા સમાજની દીકરીને લાવવી નહીં અને આપણી દીકરી કોઈ લઈ જાય તે ચલાવવું નહીં. આપણી દીકરી જાય તો આકાશ પાતાળ એક કરીને પાછી લાવવી. આખી દુનિયાને દશામાં નડતા નથી માત્ર આપણને જ નડે છે. હવેથી કોઈ બહેન દીકરીએ દશામાના વ્રત કરવા નહીં. જેને દશામાં નડે તેને મારા ત્યાં મુકી જજો. દશામાં મારી ગાડીમાં મારી સાથે ફરશે. તમને કોઈને નડશે નહીં. મહેરબાની કરીને ભૂવામાં કોઈ ફસાતા નહીં. કોઈ દુ:ખ દર્દ હોય તો ડોક્ટરને બતાવજો.

દશામા બીજા સમાજને કયારેય નડતા નથી, આપણને જ કેમ નડે?
ગેનીબેને સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા, કુરિવાજો અને ખાસ કરીને ’દશામાંના વ્રત’ જેવી માન્યતાઓનો ખુલ્લો વિરોધ કર્યો હતો. ગેનીબેને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભુવા-ભોપાના રવાડે ચઢવાને બદલે તબીબી સારવાર અને પુરુષાર્થ પર ભરોસો રાખવો જોઈએ. તેમણે પોતાની આગવી શૈલીમાં કહ્યું હતું કે, "જો દશામાં નડતા હોય તો મારી પાસે મોકલી દેજો, હું તેમને મારી ગાડીમાં ફેરવીશ. ગેનીબેન ઠાકોરે પોતાના સંબોધનમાં ખાસ કરીને મહિલાઓને ટકોર કરતા કહ્યું હતું કે, દીકરીઓ અને બહેનોએ દશામાંના વ્રત કરવાની કોઈ જરૂૂર નથી. તેમણે તાર્કિક દલીલ કરતા કહ્યું કે, "બીજા સમાજને ક્યારેય દશામાં નડતા નથી, તો માત્ર આપણને જ કેમ નડે છે?" તેમણે કટાક્ષમાં ઉમેર્યું હતું કે આવા વ્રતો કરીને આપણે સામે ચાલીને ઘરમાં ’દશા’ બેસાડીએ છીએ. પોતાના નિડર સ્વભાવનો પરિચય આપતા તેમણે કહ્યું કે, "જો કોઈને દશામાં નડતા હોય તો તેમને મારી પાસે મોકલી દેજો, હું એકલી જ ગાડીમાં ફરું છું, તો દશામાં પણ મારી સાથે ગાડીમાં ફરશે. ભલે મને નડે, પણ તમને કોઈને નડવા ન જોઈએ."

ભૂવા-ભોપાના રવાડે ચડતા નહીં, તમારું બધુ બરબાદ કરી નાખશે
અંધશ્રદ્ધાના મૂળમાં રહેલા ભુવા અને ભોપાઓ સામે પણ ગેનીબેને લાલ આંખ કરી હતી. તેમણે સમાજના લોકોને ચેતવ્યા હતા કે કોઈપણ પ્રકારની શારીરિક કે માનસિક તકલીફ હોય તો ભુવા પાસે જવાને બદલે નિષ્ણાત ડોક્ટર પાસે જવું જોઈએ અથવા સગા-સંબંધીઓની સલાહ લેવી જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભુવાઓ માત્ર તમને વહેમમાં નાખીને તમારું આર્થિક શોષણ કરશે અને સામાજિક રીતે પણ કુટુંબને બરબાદ કરી નાખશે. જેવું કર્મ કરશો તેવું જ ફળ મળશે, તેમાં કોઈ ભુવો ફેરફાર કરી શકતો નથી. ગેનીબેને એક વ્યવહારુ ઉદાહરણ આપીને લોકોની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, "જો ભુવા અને ભોપા ધારે તે કામ કરી શકતા હોત અને દુ:ખ મટાડી શકતા હોત, તો હું અને ધારાસભ્ય કેશાજી અમારું તમામ કામ છોડીને માત્ર ભુવાની બાધા રાખીને બેસી જાત. અમારે ચૂંટણી જીતવા માટે ફોર્મ ભરવાની કે પ્રચાર કરવાની શું જરૂૂર? સીધા ભુવાને કહી દેત તો જીતી જવાત." તેમણે ઉમેર્યું કે અમે સવારે 5 વાગ્યાથી રાત સુધી માથામાં ધૂળ ભરાય ત્યાં સુધી મહેનત કરીએ છીએ, કારણ કે કમાવવા કે સફળ થવા માટે પુરુષાર્થ સિવાય કોઈ વિકલ્પ નથી. ભુવાગીરી એ માત્ર કમાવવાનું સાધન છે, તેથી તેનાથી દૂર રહેવું.

Advertisement
Tags :
Advertisement
Advertisement