પદ્મિનીબા વાળાના પુત્રના રમકડાંના હથિયાર સાથે સીનસપાટા,વિવાદ થતાં માફી માગી
અટલસરોવર ખાતે યોજાયેલ અર્વાચીન રાસોત્સવમાં હાજરી આપવા આવેલ, પદ્મિનીબા અને સત્યજીતનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસની કાર્યવાહી
ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાના પુત્ર સત્યજીતનો અર્વાચીન રાસોત્સવમાં એન્ટ્રી વખતે રિવોલ્વર જેવા હથિયાર સાથેનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે તપાસ કરતા તેમાં નવો ખુલાસો થયો હતો. પોલીસે તપાસ કરતા સત્યજીતે કમરે જે રિવોલ્વર જેવું હથિયાર ટીંગાડી સીનસપાટા કર્યા હતા તે રમકડાંનું હતું. આ વિવાદ સામે આવ્યા બાદ પદ્મિનીબાના પુત્ર સત્યજીતે પોલીસ સ્ટેશનમાં માફી માગી હતી.
સમગ્ર ઘટના અટલ સરોવર ખાતે યોજાયેલા અર્વાચીન રાસોત્સવ દરમિયાનની હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યક્રમમાં પદ્મિનીબા વાળા તેમના પુત્ર સત્યજીત ચીફ ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા. આ અર્વાચીન રાસોત્સવમાં રાસ-ગરબાની ધમાલ ચાલી રહી હતી.
ત્યારે પદ્મિનીબા વાળા તેમના પુત્ર સત્યજીત ગરબામાં એન્ટ્રી વખતે સત્યજીત કમર પર રિવોલ્વર જેવું હથિયાર રાખીને છાવા ફિલ્મના ડાયલોગ સાથે વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થતાં લોકોમાં ચર્ચા જાગી હતી.
આ વિડીયો વાયરલ થયા બાદ યુનિવર્સીટી પોલીસ મથકે સત્યજીતને પુછપરછ માટે બોલાવ્યો હતો. જ્યાં સત્યજીતે પોલીસની હાજરીમાં વિડીયોના માધ્યમથી માફી માગી લીધી સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પદ્મિનીબા વાળાનાં પુત્રએ પોલીસ પુછપરછમાં પોતે કમરે ટીંગાડેલ હથિયાર રમકડાની રિવોલ્વર હોવાનું અને પોતે માત્ર રમકડાંની રિવોલ્વર લગાવીને ત્યાં ગયો હતો. જોકે આ પોતાની ભૂલ હોવાથી આ માટે માફી માંગુ છું અને ફરીવખત ક્યારેય આવું નહીં કરવાની ખાતરી આપું છું. પોલીસ દ્વારા આ રિવોલ્વર રમકડાંની હોવાની ખાતરી કરવામાં આવી હતી. અને તેમાં કોઈપણ ગુનો નહીં બનતો હોય પદ્મિનીબા વાળાનાં પુત્રને જવા દેવામાં આવ્યો હતો.