એઇમ્સ રાજકોટનો ચાર્જ સંભાળતા પદ્મશ્રી ડો.જીવનસિંહ ટિટિયાલ
નવનિયુક્ત પ્રેસિડેન્ટ પદ્મશ્રી પ્રો. ડો. જીવનસિંહ ટિટિયાલ રાજકોટ એઇમ્સ ની મુલાકાત કરી ચાર્જ સંભાળ્યો હતો એઇમ્સ રાજકોટ ના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર પ્રો.ડો.ગોવર્ધન દત્ત પુરી દ્વારા પ્રો. ડો. જીવનસિંહ ટિટિયાલ નું સ્વાગત કરવામા આવ્યુ પ્રો. ડો. જીવનસિંહ ટિટિયાલે હોસ્પિટલ ના દરેક વિભાગો નું નિરીક્ષણ કર્યું હતું અને માહિતી મેળવી હતી. તેમની એઈમ્સ રાજકોટની વિઝિટમાં એઇમ્સ હોસ્પિટલ ના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર પ્રો.ડો.ગોવર્ધન દત્ત પુરી, ડેપ્યુટી ડાયરેક્ટર કર્નલ અંકુર પ્રતાપ સિંહ, પ્રો. ડો. સંજય ગુપ્તા (ડીન), પ્રો. ડો. સિમી મેહરા (ડીન), ડો. પિંકી સાહુ (મેડિકલ સુપરિંટેંડેંટ) અને લાઈઝનિંગ ઓફિસર ડો. ઉત્સવ પારેખ જોડાયા હતા તેમજ એઇમ્સ ના તમામ અધિકારીઓ હાજર હતા. તેમણે એઇમ્સ ના તમામ અધિકારીઓ, એચ.ઓ.ડી અને ફેકલ્ટી સાથે મુલાકાત કરી હતી.
પ્રેસિડેન્ટ એ હોસ્પિટલ ના તમામ વિભાગો માં ઇમર્જન્સી, લેબ એરિયા, દર્દીઓનો વોર્ડ, નવા ઓપરેશન થિયેટર, ઓ.પી.ડી, હોસ્ટેલ, તેમજ એઇમ્સ ના તમામ બિલ્ડીંગ નું નિરીક્ષણ કર્યું હતું સાથે નવા મેડિકલ આઈ.સી.યુ.નુ ઉદ્ઘાટન કર્યું હતું. પ્રો.ડો. જીવનસિંહ ટિટિયાલે એકેડમિક વિભાગ ની મુલાકાત સમયે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો એકેડમિક વિભાગ અને ડીન દ્વારા આયોજિત પોસ્ટ ગ્રેજ્યુએટ ઓરિએન્ટેશન પ્રોગ્રામ નું પ્રેસિડેન્ટ સરના હસ્તે ઉદ્ઘાટન કરાયું. ટોટલ 20 વિભાગો મા નવા 32 પી.જી સ્ટુડન્ટ્સ આવ્યા તેમને અને એઇમ્સ ના તમામ અધિકારીઓ ને તેમણે માર્ગદર્શન આપ્યું હતુ.