પેલેસ રોડ પર ભૂમિ જ્વેલર્સના માલિકનો ઝેરી દવા પી આપઘાત
પેટની અંદર ચાંદા પડતા હોય દવાથી સારું ન થતા કંટાળી ભરેલું પગલું
શોરૂમની બહાર જ ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી
શહેરના પેલેસ રોડ ઉપર આવેલ ભૂમિ જવેલર્સના માલીક 26 વર્ષીય સોની વેપારીએ પોતાના શોરૂમ પાસે જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે એ-ડીવીઝન પોલીસે તપાસ કરતા પ્રાથમીક તપાસમાં આપઘાત કરનાર સોની વેપારીને પેટમાં ચાંદા પડયા હોય અલ્સરની સારવાર કરાવ્યા છતાં કોઇ ફેર પડતો ન હોય બીમારીથી કંટાળી સોની વેપારીએ શોરૂમ પાસે જ આપઘાત કરી લીધો હતો.પેલેસ રોડ પર ભૂમી જવેલર્સ નામે શો રૂૂમ ધરાવતા રોનક દિનેશભાઈ ઝાપડીયા (ઉ.વ. 26)એ ગઈ તા.7ના ઝેરી દવા પી લેતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.પ્રાપ્ત માહિતી મુજબ પેડક રોડ પર ઈસ્ટ લાઈટ બિલ્ડીંગમાં રહેતો રોનક ઝાપડીયા (ઉ.વ. 26)એ ગઈ તા.7ના તેના શો રૂૂમ પાસે ઝેરી દવા પી લેતા તત્કાલ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. જાણ થતાં એ-ડીવીઝન પોલીસ મથકના જમાદાર રમેશભાઇ ચૌહાણે ત્યાં પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસે જણાવ્યું કે,દોઢેક વર્ષ પહેલા લગ્ન કરનાર રોનક બે બહેનનો એકનો એક ભાઈ હતો.તેને ઘણા સમયથી પેટની અંદર ચાંદા પડવાની તકલીફ હોય તેની દવા પણ લેતો હતો. બાદમાં કંટાળી જઈ તેણે આત્મઘાતી પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.સોની બજારના યુવા વેપારીના આપઘાતથી પરિવારજનો અને સોની બજારના અન્ય વેપારીઓમાં શોક વ્યાપી ગયો હતો. દોઢ વર્ષ પુર્ર્વે લગ્ન કરનાર રોનકા આપઘાતથી પરિવારજનો ઉપર વ્રજઘાત તુટી પડયો હતો.