For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વળતર યોજનાને જબરો પ્રતિસાદ, 3,29,724 કરદાતાઓએ રૂા.244.45 કરોડનો વેરો ભર્યો

05:48 PM Jul 01, 2024 IST | Bhumika
વળતર યોજનાને જબરો પ્રતિસાદ  3 29 724 કરદાતાઓએ રૂા 244 45 કરોડનો વેરો ભર્યો
Advertisement

મનપાએ 24.12 કરોડનું વળતર ચૂકવ્યુ, જે ગત વર્ષ કરતા 32.72 કરોડ વધુ થયું

મહાનગરપાલિકા 1 એપ્રિલથી 5% અને 10% મિલ્કત વેરા વળતર યોજના શરૂ કરવામાં આવેલ. જે ગઇકાલે પૂર્ણ થયેલ જેમાં પ્રમાણિક કરદાતાઓએ યોજનાને ઝબરો પ્રતિસાદ આપી કુલ 329724 કરદાતાઓએ રૂા.244.45 કરોડ વેરા પેટે ભરપાઇ કર્યા છે.

Advertisement

આ યોજનામાં મનપાએ 24.12 કરોડનું વળતર ચૂકવ્યુ છે. જે ગતવર્ષ કરતા 32.72 કરોડ વધુ હોવાનું વેરા વિભાગ જણાવ્યુ હતું. તેવી જ રીતે આ વર્ષે પ્રમાણિક કરદાતાઓમાં પણ વધારો જોવા મળ્યો છે.રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ-2024માં તા:-01-04-2024 થી તા:-30-06-2024 દરમ્યાન કુલ-3,29,724 કરદાતાઓએ કુલ રૂ.244.45 કરોડના વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) દ્વારા 93,440 કરદાતાઓએ વેરો કુલ રૂ.96.27 કરોડ અને ઓન લાઇનના દ્વારા 2,36,284 કરદાતાઓએ કુલ રૂ.148.18 કરોડ વેરાની ભરપાઇ કરેલ છે. કુલ વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ 24.12 કરોડનું ડિસ્કાઉન્ટ આપેલ છે.

વર્ષ-2023 તારીખ:-01-04-2023 થી તારીખ:-30-06-2023 સુધીમાં કુલ 3,09,188 કરદાઓએ કુલ રૂ.211.73 કરોડ વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) દ્વારા 1,02,094 કરદાતાએ વેરો કુલ રૂ.84.57 કરોડ અને ઓન લાઇન દ્વારા 2,07,094 કરદાતાઓએ કુલ રૂૂ.127.16 કરોડની ભરપાઇ કરેલ છે. કુલ વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ.21.63 કરોડનું ડિસ્કાઉન્ટ આપેલ છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.2.39 કરોડની વધુ ડિસ્કાઉન્ટ આપેલ છે તથા ગત વર્ષ કરતાં રૂ.32.72 કરોડની વધુ આવક તથા 20,536 નવા કરદાતાઓએ વેરાની ભરપાઇ કરવામાં આવેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement