For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રામેશ્ર્વરનગરમાં ઓવરસ્પીડે દોડતી કાર દિવાલ તોડી ઘરમાં ઘૂસી: ચાલકનું મોત

12:01 PM Nov 15, 2024 IST | admin
રામેશ્ર્વરનગરમાં ઓવરસ્પીડે દોડતી કાર દિવાલ તોડી ઘરમાં ઘૂસી  ચાલકનું મોત

મોડી રાતે ધડાકાના અવાજથી આડોશી પાડોશીઓ એકત્ર થયા: 108ની ટુકડી ઘટનાસ્થળે દોડી આવી: કારચાલકને ઘટના સ્થળે એટેક આવી ગયો હોવાનું અનુમાન: પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી

Advertisement

જામનગરના રામેશ્વર નગર ચોક પાસે હનુમાનના મંદિર નજીકથી ગઈ રાતે પસાર થઈ રહેલી એક કાર ઓવરસ્પીડ ના કારણે બેકાબૂ બની હતી, અને ગોળાઈમાં જ આવેલા એક મકાનની દિવાલ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. જે ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં કારચાલક યુવાનનું બેશુદ્ધ થયા પછી ઘટના સ્થળે જ કરૂૂણ મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ ની જાણ થતાં અને અવાજના કારણે સૌપ્રથમ આડોશી પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા, અને સૌ પ્રથમ 108 ની ટીમને બોલાવી હતી.જે 108 ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને કારચાલકને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો, ત્યારબાદ પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને મૃતદેહનો કબજો સંભાળ્યો હતો.પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ કરવામાં આવી હતી. જેના ખિસ્સામાંથી એક પાનકાર્ડ મળી આવ્યું હતું, જેમાં તેનું નામ પ્રફુલસિંહ મહિપતસિંહ જાડેજા હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રાથમિક તપાસ દરમિયાન ઉપરોક્ત કારચાલકને એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે પોલીસ દ્વારા પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે, તેના રિપોર્ટ ના આધારે મૃત્યુનું કારણ જાણી શકાશે.

Advertisement

ગાયને બચાવવા જતાં અકસ્માત નડ્યો

જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાંથી ગત મોડી રાત્રે જી.જે -10 ડી.જે.8280 નંબરની સ્વીફ્ટ કાર લઈને જઈ રહેલા પ્રફુલસિંહ મહિપતસિંહ જાડેજાને અકસ્માત નડ્યો હતો. તે અકસ્માતમાં પોલીસ તપાસ દરમિયાન એક ગાય આડી ઉતરતાં તેને બચાવવા જવાથી કાર દિવાલ સાથે ટકાઈ ગઈ હતી, અને તેમાં તેઓને ગોઠણના ભાગમાં ઇજા થવાથી લોહી નીકળી ગયું હતું, અને 108 ની ટીમ જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે લઈને આવી હતી,જે દરમિયાન ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. સમગ્ર મામલામાં મૃતકના મોટાભાઈ દિલીપ સિંહ જાડેજાએ પોલીસને જાણ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement