For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

PGVCL કચેરીમાં નોકરીવાંછુઓનો રાતભર અડિંગો

02:02 PM Feb 02, 2024 IST | Bhumika
pgvcl કચેરીમાં નોકરીવાંછુઓનો રાતભર અડિંગો

પીજીવીસીએલમાં એક વર્ષથી લાઈનમેનની ભરતી નહીં કરવામાં આવતા ગઈકાલે 300થી વધુ ઉમેદવારોએ પીજીવીસીએલ કચેરી ખાતે ચક્કાજામ કરી ઉગ્ર સુત્રોચ્ચાર સાથે અચોક્કસ મુદતનું આંદોલન શરૂ કર્યુ હતું. જેના પગલે કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાતા ઉમેદવારોએ ખાધાપીધા વગર રાતભર કચેરીના ગેઈટ ખાતે બેસી વિરોધ પ્રદર્શન કર્યુ છે ત્યારે એક સંસ્થા દ્વારા તમામ ઉમેદવારો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમયે ઉમેદવારોએ રોષપુર્વક જણાવેલ કે, લાઈનમેન માટે પીજીવીસીએલ દ્વારા લેવામાં આવનાર પરીક્ષામાં અનેક ઉમેદવારોએ પરીક્ષા આપેલ પરંતુ માત્ર 250 ઉમેદવારોને જ નિમણુંક આપવામાં આવી છે. આ બાબતે વારંવાર અધિકારીઓને રજૂઆત કરવામા આવી છતાં પરિણામ શુન્ય આવતા અંતે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી છે.

Advertisement

જેટકોમાં ભરતીમાં વિવાદ બાદ હવે પીજીવીસીએલમાં પણ ભરતીનો વિવાદ થયો છે. એક વર્ષથી લાઈનમેનની ભરતી નહી કરવામાં આવતા આજે 300થી વધુ ઉમેદવારોએ ખાધાપીધા વગર બપોરે વડી કચેરી પીજીવીસીએલમાં હલ્લાબોલ-ચક્કાજામ કરી ઉંચ સુત્રોચ્ચાર-ધરણા કરવામાં આવતા ઉમેદવારોના આક્રોશને પગલે તંત્ર દ્રારા કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. મોડીરાત સુધી ઉમેદાવારોએ વિરોધ પ્રદર્શન કરતા એસઆરપીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પીજી વીસીએલ દ્વારા એક વર્ષથી પરીક્ષા લેવાયા બાદ પાસ થયેલા એપ્રન્ટીસને નિમણૂંકના હુકમ નહી આપવામાં આવતા ઉમેદવારોમાં રોષની લાગણી છવાઈ છે. ઉમેદવારોને રોષપૂર્ણ જણાવ્યું હતું કે, લાઈનમેન માટે પીજીવીસીએલ દ્વારા લેવામાં આવનાર પરીક્ષામાં 6293 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેમાંથી માત્ર 250 ઉમેદવારોને જ નિમણૂંક આપવામાં આવી છે. જયારે જેટકોમાં 5000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેમાંથી પ્રથમ તબક્કામાં જ 1000 ઉમેદવારોને નિમણુંકપત્ર એનાયાત કરી દેવામાં આવ્યા છે.

બાકીના ઉમેદવારોને નિમણૂંક આપવામાં પીજીવીસીએલમાં કોઈ ઠેકાણા નથી આ બાબતે ઉમેદવારો દ્રારા વારંવાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી પરતું પરિણામ શૂન્ય આવતા અંતે ઉમેદવારો દ્વારા તમામ 46 ડિવીઝનમાં આરટીઆઈ હેઠળ ખાલી જગ્યાની માહિતી માંગવામાં આવી હતી તેમાંથી 15 ડિવીઝનમાંથી માહિતી પુરી પાડવામાં આવી હતી. જ્યારે 31 ડિવીઝનમાંથી માહિતી આપવામાં આવી નથી. ડિવીઝનમાંથી માહિતી આપવામાં આવી છે તેમાં 365થી વધુ જગ્યા ખાલી હોવાનું જણાવાયું છે. પીજીવીસીએલએ ખાલી જગ્યાની માહિતી આપી છે તે ખોટી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આવી કોઈ માહિતી જ નહી હોવાનું અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે. આથી આજે 300થી વધુ ઉમેદવારો દ્વારા વીજ કચેરી ખાતે દેખાવ-ધરણા, સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

Advertisement

દરમિયાન મોડી રાત્રી સુધી ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ. રોષે ભરાયેલા ઉમેદવારોએ વીજ અધિકારીની નારેબાજી કરી હતી. કચેરીનો સમય પૂરો થઈ ગયા બાદ અધિકારીઓ રવાના થયા છતાં પણ ઉમેદવારોએ કચેરીના દરવાજા પાસે જ ડેરાતંબુ તાણી નારેબાજી કરી હતી. ઉમેદવારોના આક્રોશને પગલે પીજીવીસીએલમાં પોલીસ-એસઆરપીનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

એચ.આર. કટારાના જૂઠ સામે ભારે આક્રોશ
પીજીવીસીએલમાં ભરતી મુદ્દે ઉમેદવારોએ અચોક્કસ મુદતનું આંદોલન છેડ્યું છે. આ મુદદ્દે ઉમેદવારોએ જણાવેલ કે, આરટીઆઈ હેઠળ માહિતીમાં 10 ડિવિઝનમાં 361 ખાલીજગ્યા હોવાનો જવાબ અપાયો છે. આમ છતાં પીજીવીસીએલ દ્વારા વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરવામાં આવ્યું નથી. અને ઉપરથી એચ.આર. મેનેજર કટારાને રજૂઆત કરતા તેઓએ જગ્યા ખાલી ન હોવાનો ઉડાવ જવાબ આપ્યો છે. વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરવાનો હવે 15 દિવસનો જ સમય રહ્યો હોય જો ઉમેદવારોની ભરતી ન થાય તો તમામ ઉમેદવારોએ ફરીથી પરીક્ષા આપવી પડે આથી મેનેજર કટારા દ્વારા ઉમેદવારોને વેઈટીંગ લીસ્ટમાંથી બાકાત રાખવાનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે. જેમ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement