વીજ હેલ્પરની નિમણૂકમાં ધાંધિયા સામે ઉમેદવારોનો આક્રોશ
સૌરાષ્ટ્ર ગુજરાતમાં પીજીવીસીએલ કંપનીમાં વીજ હેલ્પરની અનેક જગ્યાઓ ખાલી પડી છે. તેની સામે હજારો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. આમ છતાં સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક ખાલી સેન્ટરોમાં વીજ હેલ્પરની નિમણૂક કરવામાં આવતી નથી તેવો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે.આજે રાજકોટમાં પીજીવીસીએલ કંપનીના લાગતા વળગતા સત્તાધીશોને હજારથી વધુ વિદ્યાર્થીઓએ રજૂઆત કરીને રોષ ઠાલવ્યો હતો.
આ બાબતે આગેવાની લેનાર આગેવાનોનું કહેવું છે કે ગત જાન્યુઆરી 2023 ના વર્ષમાં 6287 વિદ્યાર્થીઓએ ાલદભહ ની પરીક્ષા આપી હતી. તેમજ અનેક વિદ્યાર્થીઓ પાસ પણ થઈ ગયા છે. પરંતુ પીજીવીસીએલ કંપની જાણી જોઈને વની વીજ હેલ્પરની નિમણુક કરતી નથી.
આગેવાનોએ એવું પણ આશ્ચર્ય વ્યક્ત હતું કે કે પહેલા જેટકો અને પીજીવીસીએલની એક જ પરીક્ષા દ્વારા બે માંથી ગમે એક સંસ્થામાં નોકરી મેળવી શકાતી. પરંતુ હવે બંને સંસ્થાની અલગ અલગ પરીક્ષાઓ લેવામાં આવે છે. પીજીવીસીએલ કંપનીમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં અનેક જગ્યાઓ ખાલી પડી છે. આમ છતાં આવી ખાલી જગ્યા વીજ હેલ્પરની નિમણૂક કરવામાં આવતી નથી.બીજી બાજુ જેટકો એ 2000 ખાલી જગ્યા પર 1,200 જેટલા સ્થળોએ અરજદારોને નિમણૂક પત્રો આપી દીધા છે. પરંતુ પીજીવીસીએલ કંપની વીજ હેલ્પરની નિમણૂક કરવામાં રીતસરના અખાડા કરે છે. અરજદારોનો આક્ષેપ છે કે આ બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર મુક, બધીર અને સુરદાસની ભૂમિકા ભજવે છે.વીજ કંપનીની આવી નીતિને કારને અરજદારો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. , આગેવાનો એવું પણ કહ્યું હતું કે રાજકોટ ઉપરાંત ગાંધીનગર, સુરત, બરોડાથી રૂૂપિયા 1500 થી 2000 જેટલો ખર્ચ કરીને ટિકિટ ભાડા ભોગવીને અરજદારો લાગતા વળગતા સત્તાધીશોને રાજકોટમાં રજૂઆત કરવા આવે છે. પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી. આ બાબતે તાકીદે યોગ્ય કરવામાં નહીં આવે તો હવે પીજીવીસીએલની પરીક્ષા પાસ કરી ચૂકેલા અરજદારો ગમે ત્યારે આંદોલનનો માર્ગ અપનાવશે તેવી જિંદગી પણ આપવામાં આવી છે.
46 ડિવિઝન પાસેથી માગી માહિતી, મળી માત્ર 8 પાસેથી
રાજકોટ : આજે અન્યાય બાબતે રાજકોટમાં ભેગા થયેલા મયુરસિંહ સહિતના અરજદારોએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં પીજીવીસીએલ કંપનીમાં વીજ હેલ્પરની કેટલી જગ્યા ખાલી છે તે બાબતે આ કંપનીના 46 ડીવીઝન પાસેથી માહિતી માંગવામાં આવી હતી પણ આળસુ એવા આ તંત્રની માત્ર 8 ડીવીઝન કચેરીમાંથી જ માહિતી મળી હતી કે 361 જગ્યા ખાલી છે, હજુ 38 ડીવીઝનની માહિતી મળી નથી અને આ કચેરીમાં પણ અનેક જગ્યાઓ ખાલી હોવાની શક્યતા નકારી શકાતી નથી. છતાં તંત્રને વીજ હેલ્પરની નિમણુંકો કરવામાં શું પેટમાં દુ:ખે છે તે વાતની તપાસ હવે તાત્કાલિક પીજીવીસીએલના મેનેજીંગ ડીરેક્ટરએ કરાવીની સૌરાષ્ટ્રના હજારો વિદ્યાર્થીઓને ન્યાય આપવો જોઈએ.