ગોંડલનાં મહિલા નાયબ મામલતદારની અવળચંડાઇ સામે ભભૂકતો રોષ
ગોંડલ સિટી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા નિશાબેન લાખાણી સરકારી આવક,જાતિ,નોન ક્રીમિલેઅર વિગેરેના દાખલા આપવામાં ગેર વર્તણૂક કરી અરજદારો ને પરેશાન કરી રહ્યા હોવાથી મહત્ત્વ ની કામગીરીઓ ટલ્લે ચડી રહી હોય ફરીયાદો ઉઠતા નગરપાલિકા નાં સદસ્ય અને લોકસેવક રાજેન્દ્રસિંહ જાડેજા સેવા સદન ધસી જઇ મામલતદાર ને ઉગ્ર રજુઆત કરી કામમાં દાંડાઇ દાખવી રહેલા મહીલા નાયબ મામલતદાર સામે પગલા ભરવા જણાવ્યું હતું.
રાજેન્દ્રસિંહ જાડેજાએ રજુઆત માં જણાવ્યું કે રાજ્યસરકારના પ્રયત્નોથી વિકાસ ક્ષેત્રે તથા સરકારી નોકરીઓ મેળવવામાં દેશમાં અગ્રિમ છે અને હાલ ભરતીઓની કામગીરી ચાલુ છે. આ નોકરી મેળવવા માટે ઉમેદવારોને આવક,જાતિ,નોન ક્રીમિલેઅર પ્રમાણપત્ર મામલતદાર ગોંડલ સિટીએ આપવાના હોય છે. જેનું ટેબલ ગોંડલ સિટી મામલતદાર કચેરીમાં નાયબ મામલદાર તરીકે ફરજ બજાવતા નિશાબેન લાખાણી અરજદારોને ઉદ્ધત તથા ગેર વર્તન કરે છે. અમો તા.12/12/2025 ના રોજ રૂૂબરૂૂ રજુઆત કરવા ગયેલ. નિશાબેન લાખાણીને દાખલો કાઢવા માટે જરૂૂરી પુરાવા આપવા છતા દાખલો આપવાનો ઇન્કાર કરે છે.
જેથી ઉમેદવારો નોકરી મેળવવાના લાભથી વંચિત રહી જાય છે.નિશાબેન લાખાણી પાસે આવકના દાખલા, જાતિના દાખલા તથા નોન ક્રીમિલેઅર સર્ટિ આપવામાં તેની ઇનિસ્યલની જરૂૂર હોય છે. અને તે મામલદાર પાસે રજૂ કરાયા બાદ પ્રમાણપત્ર આપવાના હોય છે. આ ટેબલ લોક હિતનું હોય અને સરકારશની તમામ યોજનાના લાભ માટે રજૂ કરવાના હોય છે. જો સમયસર પ્રમાણપત્ર ન આપે તો ઉમેદવાર લાભથી વંચિત રહી જાય છે. નાયબ મામલદારની કામગીરી લોકાભિમૂક રાખવાની હોય છે. જે નિશાબેનનો અભિગમ સરકાર વિરુદ્ધમાં છે.જેથી આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા માગણી છે. રાજેન્દ્રસિંહ જાડેજાએ મુખ્યમંત્રી સહીત લેખીત રજુઆત કરી છે.