For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તબીબોમાં રોષ: જઘન્ય અપરાધના વિરોધમાં કેન્ડલ માર્ચ

11:42 AM Aug 17, 2024 IST | Bhumika
તબીબોમાં રોષ  જઘન્ય અપરાધના વિરોધમાં કેન્ડલ માર્ચ
Advertisement

કલકત્તાની ઘટના મામલે મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોકટરોએ મૌન રેલી યોજી

કલકત્તામાં મહિલા તબીબ સાથે બનેલી દુર્ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. આ ઘટના સામે જામનગરના તબીબોએ પણ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. શુક્રવારે સાંજે 7 વાગ્યે જામનગરની મેડિકલ કોલેજના તબીબોએ અંબર ચોકડીથી ડીકેવી કોલેજ સુધી કેન્ડલ માર્ચ યોજીને આ ઘટનાનો વિરોધ કર્યો હતો. આ કેન્ડલ માર્ચ દ્વારા તબીબોએ કલકત્તાની ઘટનાની નિંદા કરી હતી અને આવા પ્રકારની ઘટનાઓ બનતી અટકાવવા માટે સરકારને અપીલ કરી હતી. જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબો અને તબીબી વિદ્યાર્થીઓ પણ આ ઘટનાથી ભારે આઘાતમાં છે અને તેઓએ વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઘટનાએ તબીબી સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે અને તબીબોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement

પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યા ની નિંદા કરવા માટે જામનગર મા ભાજપ નાં.મહિલા મોરચા દ્વારા મૌન કેન્ડલ માર્ચ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. કલકત્તા ની આર.જી.કર. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માં એક મહિલા ડોક્ટર પર ક્રૂર બળાત્કાર અને હત્યા ની તાજેતર ની ઘટના બની હતી.

આ ધિક્કારપાત્ર કૃત્ય પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષાની ગંભીર બેદરકારીને પ્રકાશિત કરે છે આવી ઘટના માટે તાત્કાલિક કાર્યવાહી કરવા ની માંગ સાથે આજે જામનગર માં ભાજપ નાં મહિલા મોરચા દ્વારા મૌન રેલી નું આયોજન થયું હતું આ આયોજનમાં પ્રમુખ રીટાબેન જોટંગીયા ,મહામંત્રી રેખાબેન વેગડ , ધારાસભ્ય રિવાબા જાડેજા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા ,પૂર્વ મેયર અમીબેન પરીખ , કોર્પોરેટર બહેનો સંગઠનના બહેનો મોરચાના બહેનો જોડાયા હતા. આ કૂચ માત્ર પીડિતા પ્રત્યેની એકતા નું પ્રતીક જ નહીં, પરંતુ મહિલાઓ ની સુરક્ષા અને ગૌરવ ની ખાતરી કરવામાં પ.બંગાળ રાજ્ય સરકાર ની નિષ્ફળતા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જી.જી. હોસ્પિટલમાં તબીબી હડતાળ બાદ ઈમર્જન્સી વોર્ડમાં દર્દીઓનો ભારે ઘસારો
કલકત્તા માં મહિલા તબીબ સાથે ના અધમ કૃત્ય ના ઘેરા પ્રત્યાઘાતો ના ભાગરૂૂપે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના તમામ તબીબો આજે વીજળીક હડતાલ પર ઉતરી ગયા છે, અને ઈમરજન્સી વોર્ડ સિવાયની તમામ સેવાઓ આજે થપ્પ થઈ ગઈ છે. દરમિયાન તબીબો દ્વારા માત્ર ઇમરજન્સી વોર્ડ ચાલુ રાખવામાં આવ્યો છે, જે વોર્ડમાં આજે દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અન્ય વોર્ડ બંધ હોવાથી તેમજ હાલમાં રોગચાળો પણ ચાલી રહ્યો.

મેડિકલ કોલેજમાં તબીબો દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના પૂતળાનું દહન કરાયું

કલકત્તામાં મહિલા તબીબ સાથે ના અઘટિત દુષ્કૃત્ય ના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને તેનો જામનગર સુધી રેલો આવ્યા છે. જામનગરના જી.જી. હોસ્પિટલના તબીબો તેમજ તબીબી વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂૂપે શુક્રવારે મોડી સાંજે મેડિકલ કેમ્પસ પરિસરમાં તબીબી વિદ્યાર્થીઓ દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, અને કલકત્તાના મહિલા તબીબ સાથેના અપરાધ સંબંધે રોષ પ્રગટ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement